Atmadharma magazine - Ank 326
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 45

background image
:૨૦: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
પ્રશ્ન:– તેને શુભભાવ તો હોય છે?
ઉત્તર:– શુભભાવ હોય છે પણ ભાવશુદ્ધિ તેને નથી; શુભભાવને કાંઈ ભાવશુદ્ધિ કહેતા
નથી, અને શુભભાવ કાંઈ મોક્ષનું સાધન નથી. રાગથી પાર શુદ્ધ આત્માની
અનુભૂતિરૂપ નિશ્ચય સમ્યક્ત્વાદિ ભાવ, તે જ ભાવશુદ્ધિ છે, ને એવી
ભાવશુદ્ધિ હોય ત્યાં જ દર્શન–જ્ઞાન–ચારિત્ર–તપ એવી ચતુર્વિધ–આરાધના
હોય છે; તેના ફળમાં અનંતચતુષ્ટય સહિત અરિહંતપદ તથા સિદ્ધપદ પ્રગટે છે.
સમ્યગ્દર્શન વગર તો જ્ઞાન–ચારિત્ર કે તપ એક્કેય આરાધના હોતી નથી.
મિથ્યાત્વનું ફળ સંસાર, ને સમ્યક્ત્વનું ફળ મોક્ષ છે. અજ્ઞાનીઓ માત્ર
શુભરાગને ભાવશુદ્ધિ માની લ્યે છે ને તેનાથી આરાધના થવાનું માને છે; પણ
ભાઈ! અનંતવાર શુભરાગ કરવા છતાં આત્માની આરાધના તો તને જરાય
ન થઈ, સંસારભ્રમણ જ રહ્યું. કેમકે અશુભ અને શુભ બંને ભાવો અશુદ્ધ છે,
પરભાવ છે, સંસારનું કારણ છે. સમ્યક્ત્વાદિ શુદ્ધભાવ તો સ્વભાવના આશ્રયે
છે, રાગ વગરના છે, તે મોક્ષનું કારણ છે. હજી તો આત્માનો શુદ્ધભાવ કોને
કહેવાય તેની પણ જેને ખબર ન હોય તેને આરાધના કેવી? તેને તો એકલું
દુઃખ છે. તેથી કહ્યું કે–
મુનિવ્રતધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિન સુખ લેશ ન પાયો.
આત્માના અનુભવ વગર શુભરાગથી મુનિવ્રત પાળવા છતાં લેશ પણ સુખ ન
પામ્યો, –એનો અર્થ એ થયો કે શુભરાગ કરીને પણ જીવ દુઃખ જ પામ્યો, સમ્યગ્દર્શન
વગર આત્માની આરાધના નથી, ને આત્માની આરાધના વગર સુખ નથી. તો સુખ
કઈ રીતે થાય? કે આત્મા પોતે સુખથી ભરેલો મોટો પહાડ છે, આખો સુખનો જ પહાડ
છે; તે સુખસ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ કરતાં આત્મા પોતે સુખરૂપ પરિણમી જાય
છે. –આવી સુખમય આરાધના ભાવશુદ્ધિવડે પમાય છે, રાગ વડે તે નથી પમાતી.
અહો! આત્માની આરાધનાના પંથ રાગથી ન્યારા છે. વીતરાગી સંતોના મારગડા
દુનિયાથી બહુ આઘા છે. દુનિયાથી દૂર એટલે કે જગતથી જુદા અંદરના સ્વભાવમાં ઘૂસી
જાય ત્યારે વીતરાગી સંતોના માર્ગની આરાધના પમાય છે. જેને આનંદસ્વરૂપ આત્માને
સાધવો હોય તેને બહારનાં પુણ્ય–પાપના ભાવનો રસ ઊડી જાય છે. રાગનો રસ રહે ને
આત્માનો આનંદ પણ સધાય–એમ એક સાથે બે વાત નહીં રહે, કેમકે આત્માના
આનંદની જાત રાગથી તદ્ન જુદી છે. શુભરાગ તે કાંઈ આરાધના નથી. જ્યાં રાગનો
પ્રેમ છે ત્યાં