Atmadharma magazine - Ank 326
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 45

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૨૧:
ચૈતન્યની આરાધના નથી; એનું ફળ તો સંસાર છે. આમ જાણીને હે જીવ! તું રાગ અને
આત્માની ભિન્નતાના અનુભવ વડે ભાવશુદ્ધિ પ્રગટ કર. ભાવશુદ્ધિ તે જ આરાધના છે,
તે જ મોક્ષનું કારણ છે; તેના વડે કલ્યાણની પરંપરા પમાય છે, મોક્ષસુખ પમાય છે.
ભાવશ્રમણો પામતા કલ્યાણ–માળા, સુખને;
ને દ્રવ્યોશ્રમણો કુનર–તિર્યંચ–દેવગતિનાં દુઃખને. (૧૦૦)
સાધારણ લોકોને નરકનાં જ દુઃખમાં દુઃખ લાગે છે, પણ હે ભાઈ, આત્માની
શુદ્ધિ વગર સંસારની ચારે ગતિમાં (દેવલોકમાં પણ) એકલું દુઃખ જ છે; આત્માના
અશુદ્ધભાવ તે જ દુઃખ છે; મોહરહિત શુદ્ધભાવ વડે જ તે દુઃખથી જીવ છૂટે છે ને સુખને
પામે છે.
જ્યાં આત્માનું જ્ઞાન નથી, આત્માનો શુદ્ધસ્વભાવ શું, ને તેનાથી વિરુદ્ધ પરભાવ
શું? તેનું પૃથક્કરણ નથી, ત્યાં જીવને ભાવશુદ્ધિ ક્્યાંથી થાય? જ્ઞાનમાં રાગને ભેળવીને
અશુદ્ધભાવને જ અજ્ઞાની અનુભવે છે ને તે જ દુખ છે;–પછી ભલે દેવ હો કે મનુષ્ય હો,
અશુદ્ધભાવથી તે દુઃખી જ છે. અને નરકમાં પણ જીવ જો આત્માને ઓળખીને શુદ્ધભાવ
કરે તો તેને અતીન્દ્રિય સુખનો અનુભવ થાય છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કહો કે
ભાવશુદ્ધિ કહો, તે મોક્ષસુખનું કારણ છે. ચારે આરાધના ભાવશુદ્ધિમાં સમાય છે. માટે હે
જીવ! પ્રથમ તું ભાવને જાણ.....પ્રયત્નવડે આત્માને જાણીને ભાવશુદ્ધિ પ્રગટ કર.
આત્માની આવી આરાધનાવડે મોક્ષસુખ પમાશે.
(ભાવપ્રાભૃત ગાથા ૯૯–૧૦૦)
દર્શનપુતા માનવતિલકા
ओज्सतेजोविद्या वीर्ययशोवृद्धिविजयविभवसनाथाः।
महाकुला महार्था मानवतिलका भवन्ति दर्शनपुताः।।३६।।
સમ્યગ્દર્શન વડે જે પવિત્ર છે તે પુરુષ સમસ્ત મનુષ્યોમાં તિલક સમાન
શોભે છે; તથા પરાક્રમ, તેજ–પ્રતાપ, વિદ્યા, બળ, ઉજ્વળ, યશ, વૃદ્ધિ, વિજય
અને વૈભવ એ બધાની અતિશયતાનો તે સ્વામી થાય છે. તથા મહાન કૂળનો
સ્વામી થાય છે અને મહાન ધર્મ, અર્થ, કામ અને મહા–મોક્ષ એ ચાર પ્રકારના
પુરુષાર્થનો તે સ્વામી થાય છે.
(–સમન્તભદ્ર સ્વામી)