એકસાથે પરિણમે છે, તે બતાવવા આચાર્યદેવે ૪૭ શક્તિ વર્ણવી છે. સૌથી પહેલી
જીવનશક્તિ છે–જે ચૈતન્યપ્રાણને ધારણ કરનારી છે. જ્ઞાનસ્વરૂપ આત્મા પોતાના
ચૈતન્યપ્રાણને ધારણ કરીને જીવે છે એવી તેની જીવત્વશક્તિ છે. જ્ઞાનના અનુભવમાં
આવું જીવત્વ પણ ભેગું જ છે. જ્ઞાનના અનુભવમાં સાથે રાગ નથી આવતો, રાગથી
જ્ઞાનની સાથે જ છે. જ્ઞાનસ્વરૂપ આત્માના અનુભવમાં અનંતગુણનો અનુભવ
સમાય છે.
આવા જીવનવાળો આત્મા જ્ઞાનલક્ષણવડે લક્ષિત થાય છે. અનંતશક્તિ અને તેની
નિર્મળપર્યાયો જેમાં એક સાથે વર્તે છે એવો આત્મા જ્ઞાનલક્ષણનું લક્ષ્ય છે, તેમાં
રાગાદિ અશુદ્ધભાવ આવતા નથી. રાગાદિભાવોને અને જ્ઞાનલક્ષણને તો અત્યંત
ભિન્નતા છે, અને ક્રમરૂપ તથા અક્રમરૂપ એવા અનંત નિર્મળભાવો (ગુણ–પર્યાયો)
સાથે જ્ઞાનલક્ષણને અભિન્નપણું છે. રાગ ભાવવડે આત્મા લક્ષિત થઈ શકે નહીં,
અને જ્ઞાનવડે સ્વ–આત્માને લક્ષિત કરતાં તેમાં રાગ આવે નહીં. રાગ તે કાંઈ
આત્માનું જીવન નથી; આત્માનું ચૈતન્યજીવન છે, તે જ્ઞાનલક્ષણથી લક્ષિત છે. પર્યાય
દ્રવ્ય ઉપર જતાં આવો આત્મા અનુભવમાં આવે છે. –આવા અનુભવમાં વીતરાગતા
છે, આનંદ છે, પ્રભુતા છે, સ્વચ્છતા છે, સ્વરૂપની રચના છે; તેમાં આત્મા સાથે
એકતા છે ને પરથી ભિન્નતારૂપ ઉપેક્ષા છે; આ રીતે પોતાના અનંતા નિર્મળધર્મો
સહિત આત્મા પરિણમે છે.