Atmadharma magazine - Ank 326
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 45

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૨૩:
રાગ હોય તો આત્માનું જીવન ટકે, કે શરીર હોય તો આત્માનું જીવન ટકે એમ
નથી; જ્ઞાનમય આત્મા પોતે સ્વભાવથી જ ચૈતન્યભાવરૂપ જીવત્વવાળો છે.
ચૈતન્યપ્રાણવડે સદાય જીવનારો આત્મા પોતે ‘જીવંતસ્વામી’ છે. હે જીવો! આવા
ચૈતન્યજીવનથી તમે જીવો છો.....ને બીજા જીવો પણ આવા ચૈતન્યજીવનવાળા છે–એમ
તમે જાણો. બહારમાં લોકો ‘જીવો અને જીવવા દો’ એમ કહે છે તે તો બહારની વાત છે;
ભાઈ! શરીરનું જીવન એ કાંઈ તારું જીવન નથી. શરીરના અસ્તિત્વથી જે પોતાનું
જીવન માને છે તેને ખરૂં જીવતાં આવડતું નથી ને બીજા જીવોના જીવનને પણ તે
જાણતો નથી. ચૈતન્યના અસ્તિત્વવાળું આત્માનું જીવન છે. અહીં આત્માનું અલૌકિક
જીવન બતાવ્યું છે. આત્માને ઈંદ્રિયાદિ જડપ્રાણ સાથે મૈત્રી નથી–એકતા નથી, તેનાથી
આત્મા જીવતો નથી; આત્માને પોતાના ચૈતન્યપ્રાણ સાથે સદાય મિત્રતા છે–એકતા છે,
તે જ આત્માનું જીવન છે. શરીરથી ને રાગથી હું જીવું છું–એમ માનનારને સાચું
ચૈતન્યજીવન હણાય છે. ચૈતન્યભાવરૂપ જીવત્વ છે તે અનંતગુણ સહિત આત્માને
જીવાડે છે, ને આવા જીવત્વને જાણતાં જીવ જગત્પૂજ્ય પદવી પામે છે.
‘સર્વાર્થસિદ્ધિ’ માં પૂજ્યપાદસ્વામી કહે છે–
प्रश्नः– इह पुण्यपापग्रहणं कर्त्तव्यम्।
उत्तरः– न कर्त्तव्यम्, आस्रवे बन्धे च अन्तर्भावात्।
संसारस्य प्रधानहेतुःआस्रवो बन्धश्च।
मोक्षस्य प्रधानहेतुः संवरो निर्जरा च।
તત્ત્વાર્થશ્રદ્ધાન કરવા માટે (ચોથા સૂત્રમાં) સાતતત્ત્વો કહ્યાં, ત્યાં પ્રશ્ન થાય છે કે
સાતતત્ત્વોની સાથે પુણ્ય–પાપનું પણ ગ્રહણ કરીને નવ તત્ત્વો કહેવાં જોઈએ!
ઉત્તરમાં આચાર્યદેવ કહે છે કે એનું જુદું ગ્રહણ કરવાની જરૂર નથી, કેમકે આસ્રવ
અને બંધતત્ત્વમાં તે સમાઈ જાય છે.
પછી વધુ સ્પષ્ટતા કરતાં કહે છે કે–
સંસારના પ્રધાન હેતુ આસ્રવ ને બંધ છે.
મોક્ષના પ્રધાન હેતુ સંવર ને નિર્જરા છે.
આ રીતે–એક તો, પાપની સાથે પુણ્ય તે પણ આસ્રવ ને બંધ છે, અને બીજું તે
સંસારનો હેતુ છે, તે મોક્ષનો હેતુ નથી, –એમ સૂત્રકાર ભગવંતોએ સ્પષ્ટ સમજાવ્યું છે.
પુણ્યનો સમાવેશ આસ્રવ ને બંધમાં છે, પુણ્યનો સમાવેશ સંવર કે નિર્જરામાં નથી.