Atmadharma magazine - Ank 326
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 45

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૨૫:
ભાઈ! સુખરૂપ થવું તે તો તારી પોતાની શક્તિ છે. સુખગુણ ને સુખપર્યાય,
એમ અનંત ગુણો ને તેની નિર્મળપર્યાયો, એવા અક્રમ તથા ક્રમરૂપ અનંતધર્મોના
સમુદાયરૂપ આત્મા છે; પણ રાગાદિભાવો તેમાં અભૂતાર્થ છે, તેને આત્મા કહેતા નથી.
હવે આત્મા સુખગુણરૂપ ત્રિકાળ છે, તે સુખપર્યાયરૂપે પરિણમે છે. ત્રણકાળના
સુખને તે જ્ઞાનવડે એકસાથે જાણી લ્યે ખરો, પણ સુખનું વેદન તો તે–તે પર્યાયમાં વર્તે
તેટલું જ છે ભલે એકેક સમયે પરિપૂર્ણ સુખને વેદે, પણ ત્રણકાળનું સુખ એક સાથે નથી
વેદાતું, સુખપર્યાયો એક પછી એક પરિણમે છે, તે–તે સમયની વર્તમાન પર્યાયના સુખનું
વેદન થાય છે. તે સુખના વેદનમાં રાગના વેદનનો અભાવ છે એટલે તેમાં તે અભૂતાર્થ
છે. ભગવાન આત્માને રાગવડે કે શરીરવડે ઓળખવો તે અસદ્ભુત છે, તેના વડે
આત્માની ખરી ઓળખાણ નથી. આત્માના સુખવડે કે આત્માના જ્ઞાનવડે તેની ખરી
ઓળખાણ થાય છે. માતા–પિતાવડે શરીરના રંગ વડે, સમવસરણાદિ સંયોગ વડે
ભગવાનના આત્માની ખરી ઓળખાણ થતી નથી, તેમના કેવળજ્ઞાનાદિ વડે જ તેમની
ખરી ઓળખાણ થાય છે; આનંદસ્વરૂપ આત્મા છે, સુખસ્વરૂપ આત્મા છે–એમ તેની
સાચી ઓળખાણ થાય છે; પણ દેહવાળો આત્મા, રાગવાળો આત્મા એમ તેની
ઓળખાણ આપવી તે તો કલંક જેવું છે, અભૂતાર્થ છે–અસત્ય છે. તારે સુખનાં ભોજન
કરવા હોય, આનંદના જમણ જમવા હોય તો અંદર ભૂતાર્થરૂપ સુખસ્વભાવમાં
અપરિમિત આનંદ ભર્યો છે તેમાં જા......અનંતકાળ સુધી અનંત આનંદ તેમાં પાકયા જ
કરે એવું તારું ચૈતન્યક્ષેત્ર છે; આનંદની ખાણ તારામાં જ ભરી છે. –હવે આનંદ માટે
તારે બીજે ક્્યાં જવું છે? સુખ તો તારું સ્વરૂપ જ છે. તે સ્વરૂપના અનુભવથી સુખરૂપ
પરિણમન થવું તે જ ધર્મ છે. ધર્મ એટલે જ સુખ.
સુખને જે શોધે છે તે શોધનારો પોતે જ સુખની ખાણ છે. આત્મા પોતાનું સુખ
બહારમાં શોધે તે તો, જેમ સૂર્ય પોતાના પ્રકાશને બીજે શોધવા જાય–એના જેવું છે. જેમ
સૂર્ય પોતે આકાશમાં નિરાલંબીપણે ઉષ્ણતા અને પ્રકાશનો પૂંજ છે, તેમ આ નિરાલંબી
આત્મા પોતે સ્વભાવથી જ જ્ઞાન ને સુખ છે. પોતે જ સુખ છે–એ ભૂલીને અજ્ઞાની
પરમાંથી સુખ આવવાનું માને છે. પણ–‘સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે
લહો’ –અરે! બહારમાં સુખ માનતાં અંતરનો સુખસ્વભાવ ભૂલાઈ જાય છે. હે ભાઈ!
તું વિચાર કરીને આ વાત લક્ષમાં તો લે કે, અનંતકાળથી બહારમાં સુખ શોધી–શોધીને
થાક્્યો છતાં તને સુખનો છાંટોય કેમ ન મળ્‌યો? –સુખની