છે, ત્યાં જાણે કે જ્ઞાન તે પરક્ષેત્રરૂપ થઈ ગયું–એમ અજ્ઞાની માને છે. પણ ભાઈ!
તારું જ્ઞાન પરને જાણે છે તોપણ તે પોતાના સ્વક્ષેત્રથી બહાર જતું નથી. બહારમાં
દૂરદૂર પરક્ષેત્રમાં રહેલા જ્ઞેયને જાણવા છતાં જ્ઞાન કાંઈ પોતાથી બહાર નીકળીને
ત્યાં ગયું નથી. જ્ઞાન તો જ્ઞાનના સ્વક્ષેત્રમાં જ રહ્યું છે. સમવસરણનું ક્ષેત્ર હોય ત્યાં
તેને જાણતાં અજ્ઞાની એવો એકાકાર થઈને હરખ કરે છે કે જાણે આ ક્ષેત્રમાંથી મારું
જ્ઞાન આવશે! અથવા બીજું કોઈ ક્ષેત્ર મારા જ્ઞાનને હણી નાંખશે–એમ અજ્ઞાની
માને છે. પણ ભાઈ! તારા જ્ઞાનની તે પરક્ષેત્રમાં તો નાસ્તિ છે. તારા આત્મક્ષેત્રમાં
જ તારા જ્ઞાનની અસ્તિ છે ને પરક્ષેત્રમાં નાસ્તિ છે. નાસ્તિ છે એટલે તેમાંથી તારું
જ્ઞાન જરાય આવતું નથી, કે તેનાથી તારું જ્ઞાન હણાતું નથી. પરક્ષેત્રથી જ્ઞાન
થવાનું માને તે તો પરની સામે જ જોયા કરે, એટલે જ્ઞાનનું સમ્યક્ત્વાદિરૂપ જીવન
તેને ક્્યાંથી પ્રગટે? પણ જ્ઞાનનું પરક્ષેત્રથી નાસ્તિપણું સમજે ને સ્વક્ષેત્રરૂપ
જ્ઞાનિથી જ અસ્તિપણું જાણે તો સ્વસન્મુખ દ્રષ્ટિથી સમ્યક્ત્વાદિરૂપ જ્ઞાન–જીવન
પ્રગટે.
તેવી અવસ્થા છે. અજ્ઞાની પરજ્ઞેયના આકારને છોડવા માટે તેના જ્ઞાનને જ છોડી
દેવા માંગે છે, જાણે કે પરક્ષેત્રે રહેલા જ્ઞેયો જ્ઞાનના ક્ષેત્રમાં ઘૂસી ગયા હોય એમ
માનીને તે પરજ્ઞેયને જાણવારૂપ જ્ઞાનને પણ છોડી દેવા માંગે છે, પણ ભાઈ! તારા
જ્ઞાનના સ્વક્ષેત્રમાં કોઈ પરદ્રવ્ય આવ્યું નથી, પરદ્રવ્યો તો પરક્ષેત્રમાં છે ને તેનું જે
જ્ઞાન થાય છે તે તો તારા સ્વક્ષેત્રમાં જ છે. આમ જ્ઞાનનું સ્વક્ષેત્રથી સત્પણું છે ને
પરક્ષેત્રથી અસત્પણું છે–એમ અનેકાન્તવડે તું જાણ; પરજ્ઞેય પરક્ષેત્રમાં છે, ને મારું
જ્ઞાન મારા સ્વક્ષેત્રમાં છે–એમ ભિન્ન જ્ઞાનનો અનુભવ કર. –એ જ સાચું જીવન છે.
અનેકાન્ત–