કરે છે. પણ પર્યાયમાં ઓછું જ્ઞાન અને રાગ–દ્વેષ દેખીને અજ્ઞાની પોતાને તેટલો જ
ગરીબ માની બેઠો છે. જ્ઞાની તેને સમજાવે છે કે બાપુ! તું રાગ નથી, તું તો પૂર્ણ આનંદ
અને કેવળજ્ઞાનના નિધાનનો સ્વામી છો. ત્યારે તે કહે છે કે કેવળજ્ઞાન ને આનંદ વગેરે
વૈભવ તો સિદ્ધભગવાન પાસે હોય ને અરિહંત ભગવાન પાસે હોય, તથા શાસ્ત્રમાં તે
કહ્યો છે. –જ્ઞાની તેને કહે છે કે અરે! અરિહંત અને સિદ્ધભગવંતોનો વૈભવ એમની પાસે
છે, ને એમના જેવો જ તારો આત્મવૈભવ તારામાં છે. તારા જ્ઞાન–આનંદાદિ વૈભવો
તારામાં પોતામાં જ છે. શાસ્ત્રો અને જ્ઞાનીઓ તો તે તને દેખાડે છે, પણ વૈભવ તો
તારામાં છે; તારો વૈભવ કાંઈ તેમની પાસે નથી. માટે તું અંતર્મુખ થઈને તારા
આત્માના વૈભવને દેખ. –આનું નામ ભૂતાર્થદ્રષ્ટિ છે, આ સમ્યગ્દર્શન છે, આ જૈનધર્મના
પ્રાણ છે, અને આ મોક્ષમાં પ્રવેશ કરવાનો દરવાજો છે.
અને મોક્ષ પામ્યા છે. પણ જેઓ આવા શુદ્ધ જ્ઞાયક ભાવરૂપ આત્માને અનુભવતા નથી,
અને કાદવવાળા પાણીની માફક કર્મ સાથે સંબંધવાળા અશુદ્ધ ભાવરૂપે જ આત્માને
અનુભવે છે તેઓ શુદ્ધ આત્માને નહિ દેખતા હોવાથી સંસારમાં રખડે છે. શુદ્ધઆત્મા જે
પરમ એક જ્ઞાયકભાવ, તેને અંતરમાં સમ્યક્પણે દેખનારા જીવો જ સમ્યગ્દ્રષ્ટિ છે.
વ્યવહારના અનેક પ્રકારો, પરનો સંયોગ, કર્મનો સંબંધ, રાગાદિ અશુદ્ધભાવો કે દ્રવ્ય–
ગુણ–પર્યાયના ભેદરૂપ વ્યવહાર તે બધોય અભૂતાર્થ છે, –તેનો આશ્રય કરતાં રાગાદિ
વિકલ્પની ઉત્પત્તિ થાય છે. ગુણ અને ગુણી જુદા તો નથી, છતાં તેને જુદા પાડીને ભેદથી
કહેનારો વ્યવહાર તેના લક્ષે વસ્તુના અખંડ સત્યસ્વરૂપનો અનુભવ થતો નથી માટે તે
વ્યવહારને અસત્ય કહ્યો છે. ભેદના વિકલ્પમાં ન અટકતાં અભેદને લક્ષમાં લઈ લ્યે તો
તેને માટે ‘વ્યવહાર દ્વારા પરમાર્થનું પ્રતિપાદન’ કહેવામાં આવ્યું; શુદ્ધઆત્માના સ્વરૂપને
જેઓ દેખવા માંગે છે તેઓએ વ્યવહારના વિકલ્પોમાં અટકવાનું નથી. ગુણભેદરૂપ
વ્યવહાર