મોક્ષનું કારણ નથી. અને મોક્ષના કારણરૂપ જે શુદ્ધ રત્નત્રયભાવ છે તે બંધનું
કારણ થતું નથી. જેનાથી મોક્ષનું કાર્ય થાય તેનાથી બંધનું કાર્ય ન થાય; અને
જેનાથી બંધનું કાર્ય થાય તેનાથી મોક્ષનું કાર્ય ન થાય. આ રીતે બંધ અને મોક્ષના
કારણને ભિન્ન ભિન્ન ઓળખવા જોઈએ. –એનું વર્ણન પુરુષાર્થસિદ્ધિઉપાય ગાથા
૨૧૮ તથા ૨૨૦ વગેરેમાં કર્યું છે. તેમાં તીર્થંકરપ્રકૃતિના બંધના હેતુભૂત યોગ–
કષાય કહ્યા છે, ને જેનાથી પુણ્યનો આસ્રવ થાય છે એવા શુભોપયોગને અપરાધ
કહ્યો છે. ધર્મીજીવના શુભોપયોગને પણ અપરાધ કહ્યો છે, ત્યાં બીજાની શી વાત!
અજ્ઞાનીઓ તે અપરાધના સેવનવડે મોક્ષને સાધવા મથે છે, –એને મોક્ષ ક્્યાંથી
સધાય? સમયસારે તો રાગથી અત્યંત ભેદજ્ઞાન કરાવીને મોક્ષનો માર્ગ ખુલ્લો
કર્યો છે.
વાણીના શ્રવણ વડે જણાય નહીં, રાગવડે જણાય નહીં, પણ સ્વભાવ તરફ ઝૂકેલા
અતીન્દ્રિય જ્ઞાનવડે જ જણાય છે. સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આંનદનો પ્યાલો
ધર્મીએ પીધો છે, અને પછી મુનિને તો અતીન્દ્રિય આનંદનો ઘણો જ અનુભવ
હોય છે. ઈંદ્રિય તરફના ભાવવડે અતીન્દ્રિય આનંદની ભરતી આત્મામાં આવશે
નહીં. અંતરની એકાગ્રતા વડે આત્મા–ચૈતન્યસમુદ્ર પોતે સ્વભાવથી ઉલ્લસીને
અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. આવા અનુભવને માટે પહેલાંં ભગવાન
આત્માને જાણીને નિઃશંક શ્રદ્ધા કરવી જોઈએ કે આવા જ્ઞાનની અનુભૂતિસ્વરૂપ જ
હું છું. રાગની અનુભૂતિને આત્મા કહેતા નથી, જ્ઞાનની અનુભૂતિ તે જ આત્મા છે.
જેટલું જ્ઞાનપણે અનુભવમાં આવે છે તેટલો જ હું છું, જ્ઞાનથી ભિન્ન કોઈ
પરભાવો હું નથી. –આવો અનુભવ કરે ત્યારે જ જીવને શુદ્ધાત્માની સિદ્ધિ થાય છે,
બીજી કોઈ રીતે શુદ્ધાત્માની સિદ્ધિ થતી નથી.
ભાગ લેવા ગુજરાતના હજારો માણસો ઉપરાંત મુંબઈ, અમદાવાદ, દિલ્હી,
ભોપાલ,