Atmadharma magazine - Ank 327
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 53

background image
: ૩૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
જયપુર, સૌરાષ્ટ્ર વગેરે અનેક સ્થળેથી જિજ્ઞાસુઓ આવ્યા હતા. રથયાત્રા બાદ
જિનમંદિરની બાજુમાં જ સીમંધર ભગવાનના સમવસરણની રચના માટે ઉલ્લાસ અને
ઉમંગ ભરેલા વાતાવરણ વચ્ચે, પૂ. ગુરુદેવની મંગલછાયામાં સોનગઢના શેઠ શ્રી
ખીમચંદભાઈ તથા તેમના પરિવારે, અને જયપુરના શેઠ શ્રી કમલચંદજી ગોધાએ
મંગલશિલાન્યાસ કર્યું હતું. ફત્તેપુરના ભાઈશ્રી છોટાલાલ ભાઈચંદ વગેરે સ્થાનિક
ભાઈઓએ પણ ઉલ્લાસથી ભાગ લીધો હતો, તેમજ પૂ. બેનશ્રી–બેનના સુહસ્તે પણ
મંગલ વિધિ થઈ હતી. માનનીય પ્રમુખશ્રી નવનીતભાઈએ પણ વિધિમાં ભાગ લીધો
હતો. સવાર–બપોરે ગુરુદેવના સુંદર પ્રવચનો ચાલતા હતા ને આઠે દિવસના પ્રવચનમાં
ગુજરાતના જિજ્ઞાસુઓએ ખૂબ પ્રેમથી લાભ લીધો હતો. ગુજરાતના ભાઈઓની
સાધર્મી–વાત્સલ્યની લાગણી પણ પ્રશંસનીય છે. આ મંગલકાર્ય માટે ફત્તેપુરના દિ.
જૈનસંઘને વધાઈ!
આઠ દિવસ દરમિયાન ફત્તેપુરનું નાનું ગામડું મોટા શહેર જેવું બની ગયું હતું.
૧૨ વર્ષ પહેલાંં (સં. ૨૦૧પમાં દક્ષિણ પ્રદેશની તીર્થયાત્રા કરીને પાછા ફરતાં) વૈશાખ
સુદ બીજે ગુરુદેવનો ૭૦ મો જન્મોત્સવ ફત્તેપુરમાં ઉજવાયો હતો. રાત્રે તત્ત્વચર્ચા પણ
સારી ચાલતી હતી. પાઠશાળાના બાળકોએ મહારાણી ચેલણાનું સુંદર નાટક ભજવ્યું
હતું. ગુરુદેવ ફત્તેપુરથી સાબલી પધાર્યા હતા.
બે અક્ષર
ફેબ્રુઆરી માસમાં સરકારી કાર્યકર્તાઓ ઘરેઘરે આવીને ભારતની વસ્તી
ગણતરી કરશે......તે વસ્તીપત્રકના દશમા ખાનામાં આપણો ધર્મ ક્્યો તે
આપણે લખાવવાનું હોય છે. આપણો ધર્મ ક્્યો? –જૈન...... જૈન.....જૈન!
તો વસ્તીપત્રકમાં તમે શું લખાવશો?– “જૈન”
જો આમાં તમે ભૂલ કરશો ને જૈન નહીં લખાવો તો, માત્ર બે અક્ષરની તે
ભૂલને કારણે તમે દસવર્ષ સુધી સરકારી નોંધમાં જૈન તરીકે નહીં ગણાઓ.
–શું તમે આવી ભૂલ કરશો! –ના.
(આત્મધર્મના એક પણ વાંચક આવી ભૂલ નહીં જ કરે તેની તો ખાત્રી
છે; પણ એટલું બસ નથી; –નાના ગામડાઓમાં આ વાત પહોંચાડવાની
ખાસ જરૂર છે; એટલે જેટલા નાનાં ગામડાં સાથે તમારે સંબંધ હોય ત્યાં
દરેક ગામડે જરૂર આ વાત પહોંચાડો. –સંપાદક)