આ સાબલી ગામ સેંકડો વર્ષ પહેલાંં કેવી સમૃદ્ધિ ધરાવતું હતું ને જૈનધર્મ કેવો
વૈભવસંપન્ન હતો તે અહીંના પ્રાચીન મંદિરનું અવલોકન કરતાં ખ્યાલમાં આવે છે.
અહીં બે વિશાળ જિનમંદિર છે, તેમાંનું એક ઘણું મોટું બાવન દેરીથી શોભે છે, તેમાં
મુખ્ય પ્રતિમા નેમનાથ ભગવાનના છે. ૨૪ વર્ષ પહેલાંં ઈંદોરના શ્રી હુકમીચંદજી શેઠ
પ્રસંગવશાત્ આ નાનકડા ગામમાં કેટલાક દિવસ રહ્યા હતા. ગામની આસપાસ
પહાડીમાં ક્્યારેક ક્્યારેક વાઘ પણ દેખાય છે. હાલ આ સાબલી ગામની કુલ વસ્તી
પાંચસો ઘર જેટલી છે; તેમાં જૈનોના ઘર દસેક છે. આટલા ઓછા ઘર હોવા છતાં તેમનો
ધાર્મિક પ્રેમ અને બાળકોમાં ધર્મસંસ્કાર આપવાનો ઉત્સાહ એટલો છે કે જૈન
પાઠશાળાના ઉદ્ઘાટન નિમિત્તે ગુરુદેવ અહીં પધાર્યા. નગરજનોએ ઉમંગભર્યું સ્વાગત
કર્યું. મંગલપ્રવચન બાદ તરત જૈનપાઠશાળાનું ઉદ્ઘાટન પૂ. ગુરુદેવના મંગલ
આશીષપૂર્વક બેનશ્રી–બેનના સુહસ્તે થયું. સાબલીના બાળકો વિશેષ ભાગ્યશાળી કે
તેમની પાઠશાળાનું ઉદ્ઘાટન આવા પવિત્ર આત્માઓના મંગલ હસ્તે થયું. બપોરે
ગુરુદેવ સાથે પ્રાચીન મંદિરના દર્શન કરવા ગયા હતા, ત્યાં પૂ. બેનશ્રી–બેને ભક્તિ
કરાવી હતી, તે વખતે તીર્થયાત્રાના પ્રસંગ જેવું વાતાવરણ હતું. રાત્રે અહીંના બાળકોએ
‘જૈન પાઠશાળા’ કેવી રીતે ચાલે તેનાં સુંદર દ્રશ્યો રજુ કર્યાં હતા; દેવ–ગુરુનું સ્વરૂપ,
અને જીવ–અજીવના ભેદવિજ્ઞાનની ચર્ચા નાના બાળકોના મુખે સાંભળતાં સભા ઘણી
પ્રસન્ન થઈ હતી. સૌ કહેતા કે ખરેખર! બાળકોમાં આવા સંસ્કારની ખરી જરૂર છે.
આવા પ્રસંગે સાબલીની પાઠશાળાના બાળકો અને સંચાલકો પ્રત્યે ધન્યવાદના ઉદ્ગાર
સૌના મુખમાંથી નીકળતા હતા. જ્યાં જૈનોનાં માત્ર દસ ઘર છે અને જ્યાં હજી વીજળી
બત્તી પણ આવી નથી એવા નાનકડા ગામમાં પણ આવી