દેખીને આનંદિત થાય. તેમ આત્માનો અનુભવ થતાં મુમુક્ષુ જીવ કહે છે કે અરે! હું પોતે
જ ચૈતન્યપરમેશ્વર છું, જ્ઞાન–આનંદના પરમ ઐશ્વર્યવાળો મારો આત્મા જ છે, –પણ
મારું સ્વરૂપ હું ભૂલ્યો હતો, તે શ્રી વીતરાગમાર્ગી ગુરુઓએ મને મારામાં બતાવ્યું.
અહા, મારા પરમ ભાગ્ય છે કે મને આવા ગુરુ મળ્યા ને આવું આત્મસ્વરૂપ સમજાવ્યું.
શ્રીગુરુએ શું સમજાવ્યું? તારો આત્મા જ પોતાનો પરમેશ્વર છે, જ્ઞાનદર્શન–સુખસ્વભાવ
તારામાં જ ભર્યો છે. –એમ આત્માનું સ્વરૂપ ‘નિરંતર’ સમજાવ્યું. જો કે શ્રીગુરુ કાંઈ
નિરંતર કહેતા ન હોય, તેઓ તો અમુક કાળ ઉપદેશ આપે; પણ–