Atmadharma magazine - Ank 327
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 53

background image
: ૩૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
શુદ્ધ–બુદ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સુખધામ,
બીજું કહિએ કેટલું? કર વિચાર તો પામ.
ભાઈ! સુખનું ધામ તો આત્મા છે. આ શરીર તો જડનું ખેતર છે; તે જડના
ખેતરમાં કે રાગના ખેતરમાં સુખ પાકતું નથી, સુખ તો આત્માના ચૈતન્ય–ખેતરમાં પાકે
છે, તેમાં સુખ ભર્યું છે. આવો આત્મા ધર્મીએ અનુભવમાં લીધો છે. નાના બાળકોને
પણ આ શીખવવા જેવું છે, કેમકે આત્માના હિત માટે આ જ સાચી વિદ્યા છે.
આત્માની આંખ તો જ્ઞાન છે. તે જ્ઞાન બધુંય જાણે, પણ બીજાનું કામ કાંઈ ન
કરે. જ્ઞાનસ્વરૂપ આત્મા પોતે પોતાને પણ સ્વાનુભવથી પ્રત્યક્ષ જાણે છે. આવું જ્ઞાન
કરવું તે મોક્ષનો એટલે કે સુખનો પંથ છે. (ઈતિ સાબલી–પ્રવચન)
ગુરુદેવના દર્શન માટે આસપાસના ગામોથી કેટલાક લોકો ચાલીને આવ્યા હતા.
પ્રવચનમાં પણ ગ્રામ્યજનતાએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. પ્રવચન પછી
બાળકોએ ઉત્સાહપૂર્વક જૈનપાઠશાળાનાં દ્રશ્યો ફરીને રજુ કરીને ગામોગામ આવી
પાઠશાળા માટે પ્રેરણા આપી હતી. જૈનોનાં જ્યાં દશા ઘર પણ માંડ છે એવા નાના
ગામડામાંય આવી વ્યવસ્થિત પાઠશાળા ચાલે છે તો બીજે પણ જો જૈનસમાજ જાગૃત
હોય તો પાઠશાળા ચાલુ થતાં શી વાર? રાત્રે તત્ત્વચર્ચા થઈ હતી. બીજે દિવસે સવારમાં
જિનમંદિરમાં ગુરુદેવે ‘તુમસે લગની લાગી જિનવર તુમસે લગની લાગી.....તુજને ભેટું
આવી પ્રભુજી.....પગલે પગલે તારા..... ’ એ સ્તવન ભાવભીની ભક્તિથી ગવડાવ્યું
હતું, અને પછી સાબલીથી પ્રસ્થાન કરીને અમદાવાદ પધાર્યા હતા; ત્યાં બપોરે સ. ગા.
૧પ ઉપર પ્રવચન કરીને “જિનશાસન” એટલે શું તે સમજાવ્યું હતું. અને માગશર સુદ
૧૪ ના રોજ પુન: સોનગઢ પધાર્યા છે.
–જય જિનેન્દ્ર
હું જ જ્ઞાન ને આનંદસ્વરૂપ છું–એવો
નિર્ણય કરવાની જેને ધૂન લાગી, તેના પ્રયત્નનો
ઝુકાવ પોતાના અંતરમાં વળ્‌યા કરે છે; રાગ
તરફ તેનો ઝુકાવ રહેતો નથી. રાગથી પાછી
ખસીને તેની પરિણતિ અંતરમાં વળે છે.