: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૯ :
વાંચકો સાથે વાતચીત.......
પ્રશ્ન:– ઘણા લોકો પૂછે છે કે–તમે વ્યવહારને માનો છો?
ઉત્તર:– ગુરુદેવ કહે છે : હા, વ્યવહાર જેમ છે તેમ તેને જાણવો તે સત્ય છે.
વ્યવહારને વ્યવહાર તરીકે જેમ છે તેમ સ્વીકારીએ છીએ, પણ તેના આશ્રયથી
સમ્યગ્દર્શનાદિ ધર્મ થવાનું માનતા નથી.
પ્રશ્ન:– વ્યવહારને અસત્ય કહો છો ને?
ઉત્તર:– જે વ્યવહાર છે તે પરમાર્થનું કારણ ખરેખર નથી; તે કારણ ન હોવા
છતાં તેને કારણ કહેવું–તે અસત્ય છે. તે સત્ય કારણ ન હોવા છતાં તેને કારણ કહ્યું તે
ઉપચાર છે; ઉપચાર છે માટે તે સત્ય નથી.
રાગને રાગ તરીકે જાણવો તે કાંઈ અસત્ય નથી; તેમજ દેવ–ગુરુ વગેરે
નિમિત્તોને નિમિત્ત તરીકે જાણવા તે કાંઈ અસત્ય નથી, રાગ રાગ તરીકે સત્ય જ છે, ને
નિમિત્ત નિમિત્ત તરીકે તો સત્ય જ છે. પણ તેને કારણે ધર્મ થવાનું કહેવું તે ઉપચાર છે,
તે સત્ય નથી. આ અપેક્ષાએ ઉપચારરૂપ વ્યવહારને અસત્ય કહેવામાં આવે છે. રાગ કે
નિમિત્ત તે મોક્ષનું ખરૂં કારણ ન હોવા છતાં વ્યવહારનય તેનામાં કારણપણાનો ઉપચાર
કરીને તેને કારણ કહે છે, તે સાચું કારણ નથી. સાચું કારણ તો નિશ્ચયસ્વભાવના
આશ્રયે છે; માટે નિશ્ચયને સત્ય કહ્યો છે.
દ્રવ્ય–પર્યાયનો ભેદ પાડીને, ત્રિકાળી દ્રવ્યને આત્મા કહેવો તે નિશ્ચય ને પર્યાયને
આત્મા કહેવો તે વ્યવહાર; પણ પર્યાયને પર્યાયરૂપે જાણવી તે કાંઈ વ્યવહાર નથી.
એ ઉત્સાહી યુવાનોએ કોલેજનું ભણતર કેમ છોડ્યું?
કોલેજશિક્ષણમાં દાકતરી લાઈનના કોર્સમાં દેડકા કાપવાનું વગેરે જે કૂ્રરહિંસાકાર્ય
આવે છે તે બાબતમાં કેટલાક જૈન યુવાન બંધુઓએ માર્ગદર્શન માંગેલ, તેથી આ
સંબંધમાં આપણા બાલવિભાગના ઉત્સાહી કોલેજિયન સભ્યો પાસેથી તેમના
જાતઅનુભવની માહિતી મેળવીને જણાવવાનું કે–કોઈ પણ જૈને એ પ્રકારનો સીધી
પંચેન્દ્રિય જીવની હિંસાવાળો કોર્સ લેવો જોઈએ નહીં. ફત્તેપુરમાં ચેતનભાઈ–કે જેઓ
શિક્ષણમાં ઊંચો નંબર મેળવતા, તેઓ કોલેજ ભણતરના પોતાના કોર્સમાં આવી
જીવહિંસા દેખી ન શક્્યા ને તેમણે એ ભણતરને તિલાંજલિ આપી દીધી. ને એ રીતે
બીજા યુવાનોને પણ સાચું