Atmadharma magazine - Ank 327
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 53

background image
: ૪૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
માર્ગદર્શન આપ્યું. દેડકાનાં ચાર પગમાં ખીલી મારીને તેને પ્રયોગના પાટીયા સાથે
ચોંટાડી દીધા હોય ને આપણા જેવું જ એ પંચેન્દ્રિયપ્રાણી જીવવા માટે તરફડતું હોય –
એવું દ્રશ્ય કોણ દેખી શકે? માત્ર દેખવાનું નહીં પણ પોતાના ક્રૂરહસ્તે એવું કાર્ય કરવાનું
ક્્યો જૈન સ્વીકારી શકે? જૈન તો શું–પણ અહિંસા ધર્મમાં માનનાર કોઈ સજ્જન તે કરી
શકે નહીં. શાસ્ત્રોએ સંકલ્પી–હિંસાનો સર્વથા નિષેધ કર્યો છે, –એટલે મોટા પ્રાણીની તો
શી વાત–પણ કીડી વગેરે જેવા સૂક્ષ્મજંતુને પણ સંકલ્પપૂર્વક કોઈ જૈન હણે નહીં. બીજા
પણ અનેક યુવાનના ઉદાહરણ બાલવિભાગ પાસે આવેલા છે કે જેમણે ત્રસજીવની
હિંસાના મહાપાપથી દૂર રહેવા માટે કોલેજના ભણતરમાંથી તે પ્રકારની લાઈન છોડી
દીધી હોય. અરે! ક્્યાં આપણું વીતરાગ–વિજ્ઞાનનું આત્મહિતકારી ભણતર! ને ક્્યાં એ
પાપવર્દ્ધક અનાર્યવિદ્યા!
* ‘ભગવાન પારસનાથ’ પુસ્તક સંબંધમાં અમદાવાદના એક સુશિક્ષિત
મુમુક્ષુબેન ચંદનાબેન, તેમજ નવનીતભાઈ લખે છે કે–પુસ્તક તરત વાંચી લીધું; ખૂબ જ
સરસ છે, જૈનધર્મનું રહસ્ય તેમાં ગૂંથી લીધેલ છે તથા નિજાનંદમાં ઝૂલતા નિર્ગ્રંથ
મુનિરાજનું વર્ણન અવારનવાર આવે છે તે વાંચીને હૃદય આનંદ અનુભવે છે. સાથે
સાથે બાર વૈરાગ્યભાવના, અને નવતત્ત્વની ચર્ચા પણ સરસ છે. કમઠને ક્રોધસ્વભાવથી
કેટલું દુઃખ વેઠવું પડ્યું તે વાત બાળકને પણ સમજાય તેવી છે. અને ભગવાન
પારસનાથના પંચકલ્યાણકનું વર્ણન વાંચતા તો જાણે નજર સામે જ પંચકલ્યાણક
ઉજવાઈ રહ્યા હોય એવું લાગે છે. વળી આડીઅવળી લાંબી વાત વગર કથાનાયકને જ
ફકત લક્ષમાં રાખીને સરળભાષામાં લખાયેલ હોવાથી બાળકો પણ હોશથી વાંચી શકે
તેવું છે, અવારનવાર આવતા ચિત્રોને લીધે વાંચવાનો રસ અને ઈન્તેજારી રહ્યા કરે છે.
–આ રીતે પુસ્તક ખરેખર સુંદર બન્યું છે.
* શ્રી ચંદ્રપ્રભુ–જૈનવિદ્યાલય (જૈન નવયુવક સંઘ) ના મંત્રીજી તરફથી
માનનીય પ્રમુખશ્રી ઉપર આવેલ ધન્યવાદ–પ્રસ્તાવમાં લખે છે કે– ‘આપકી
જૈનબાલપોથી ભાગ–૨ વીર પત્રદ્વારા પ્રાપ્ત હુઈ–જિસકો પઢકર સંઘકે પ્રત્યેક સદસ્ય વ
પદાધિકારીને બહુત હી પ્રશંસા કી, ઔર વિદ્યાલયકે બચ્ચોંકો શિક્ષાહેતુ યહ પુસ્તક દિયા,
–જિસકો, પઢકર અધ્યાપક મહોદયને ભી પસન્દ કિયા! હમારી યહ શિક્ષાસંસ્થા
ભગવાન ચંદ્રપ્રભુસે પ્રાર્થના કરતી હૈ કિ આપકી ઈસ ધાર્મિકપ્રવૃત્તિમેં ચાર ચાંદ લગેં,
ઔર ઈસપ્રકારકી સ્વાધ્યાયહેતુ ગ્રંથ પ્રકાશિત હોતે રહે! ’