Atmadharma magazine - Ank 327
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 53

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૪૧ :
વીતરાગી–ભેદજ્ઞાન
* ચૈતન્યશક્તિના ચમકારા *
,
સુખસત્ત્વ–એમ અનંત ગુણનું સત્ત્વ છે, અનંત ગુણનો બાદશાહ આત્મા, તે રાગનો
ભીખારી થઈને ભટકે–એ તો કાંઈ શોભે છે?
પરમાં; એનો ભેદ પડીને તારામાં ન આવે, તારામાંથી ભેદ પડીને પરમાં ન જાય,
વસ્તુમાં ગુણ–પર્યાયના ભેદ પડે તો તે ભેદ પડીને પણ તેનામાં જ રહે, બીજામાં ન જાય.
અભેદવસ્તુમાં ભેદ કહેવો તે વ્યવહાર છે, પણ તે ભેદ તેનામાં જ રહે છે. આત્મામાં
એના અનંતજ્ઞાનાદિ ગુણઅપેક્ષાએ ભેદ પડે છે, છતાં વસ્તુરૂપે આત્મા એક છે. આવું
અનેકાન્તસ્વરૂપ છે. આત્માના નિર્મળ ગુણ–પર્યાયરૂપ સત્ત્વમાં રાગાદિ પરભાવોનો
અભાવ છે. –આવું અસ્તિ–નાસ્તિરૂપ અનેકાન્તપણું પણ સ્વયમેવ પ્રકાશમાન છે.
* આત્માને પરની સાથે કાર્ય–કારણપણું નથી, તો આત્મા પરને જાણે છે કે
નહીં? તથા આત્મા પરને જ્ઞેય થાય છે કે નહીં? –તો કહે છે કે હા; આત્મા પરને જાણે
છે, પણ તેથી કાંઈ તે પરનો કર્તા થઈ જતો નથી; અને પરના જ્ઞાનમાં આત્મા પ્રમેય
થાય છે પણ તેથી કાંઈ તે પરનું કાર્ય થઈ જતો નથી. પોતે પ્રમાણરૂપ થઈને પરને જાણે,
અને પોતે પ્રમેયરૂપ થઈને બીજાને જણાય–એવો તો આત્માનો સ્વભાવ છે; એટલે
જ્ઞાતા જ્ઞેયપણાનો સંબંધ છે, પણ તેથી વિશેષ બીજો કોઈ સંબંધ નથી.
* કોઈ કહે કે બીજા આત્માને જાણી શકાય નહિ; –તો કહે છે કે એમ નથી; બીજા
આત્માને પણ જાણવાની આત્માની તાકાત છે. આત્મા પોતે પોતાને પણ પ્રત્યક્ષ જાણે
છે એ વાત પ્રકાશશક્તિમાં બતાવી; અને આત્મા પરને પણ જાણે –એ વાત અહીં લીધી.
તેમજ આ આત્માને બીજા આત્મા પણ (–જેનામાં તે પ્રકારનું જ્ઞાન હોય તેઓ) જાણી
શકે છે. –એમ પણ આમાં આવ્યું. ઈન્દ્રિયોવડે બીજા આત્માઓ આ આત્માને જાણી શકે
નહીં; પણ અતીન્દ્રિય–જ્ઞાનથી તો આત્મા જરૂર જણાય. આત્મા એવો નથી કે કોઈને
જણાય જ નહીં.
* આત્મા પરને જાણે પણ પરને ગ્રહે કે છોડે નહીં. આત્મા પરના જ્ઞાનમાં
જણાય પણ પોતે પરમાં ન જાય. અહો! વીતરાગી ભેદવિજ્ઞાન કોઈ અલૌકિક છે.
(૪૭ શક્તિના પ્રવચનમાંથી વીર સં. ૨૪૯૭)