Atmadharma magazine - Ank 327
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 45 of 53

background image
: ૪૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૭
આત્મા જણાય એવો તેનો સ્વભાવ છે
–ઈન્દ્રિયજ્ઞાનથી નહીં,
અતીન્દ્રિયજ્ઞાનથી જ જણાય
* આત્મા એટલે સર્વજ્ઞપદ.....
* સર્વજ્ઞસ્વભાવી આત્મામાં જેમ પરને જાણવાનો સ્વભાવ છે તેમ પોતે પરના
પ્રમાણજ્ઞાનમાં જ્ઞેય થાય એવો પણ તેનો સ્વભાવ છે. બીજાના જ્ઞાનમાં પોતે નિમિત્ત થાય,
ને બીજા જ્ઞેયોને પોતાના જ્ઞાનનું નિમિત્ત બનાવે–આવો જ્ઞેય–જ્ઞાયકપણાનો સંબંધ છે.
પ્રશ્ન:– આત્માનો જ્ઞેય થવાનો સ્વભાવ છે તો તે ઈન્દ્રિયજ્ઞાનમાં કેમ નથી જણાતો?
ઉત્તર:– પ્રમેય થવાનો આત્માનો સ્વભાવ છે પણ તે અતીન્દ્રિય જ્ઞાનમાં જ પ્રમેય થયા
તેવો છે, ઈંદ્રિયજ્ઞાન તેને પ્રમેય કરી શકે નહીં. સ્વસંવેદન જ્ઞાનપૂર્વક પ્રમેય
થાય એવો આત્માનો સ્વભાવ છે, –પણ કોઈ અજ્ઞાની જીવો તેને ન જાણે તેથી
કાંઈ આનો પ્રમેયસ્વભાવ મટી જતો નથી. વસ્તુ તો પ્રત્યક્ષ થાય એવી છે,
પણ ઈંદ્રિયજ્ઞાનવાળો આંધળો તેને ન જુએ તેથી શું? જ્ઞાનને આત્મા તરફ
વાળે તો આત્મા જણાય, પણ જ્ઞાનને ઈન્દ્રિય તરફ વાળીને તે જ્ઞાનથી આત્મા
જણાય નહીં. ઈંદ્રિયજ્ઞાન આત્માને જાણવા માટે તો આંધળું છે, ઈંદ્રિયજ્ઞાન
અતીન્દ્રિય આત્માને પ્રમેય કરી શકે નહીં. ઈંદ્રિયજ્ઞાનનો વિષય પર તરફ
ઝુકવાનો છે, અતીન્દ્રિય આત્માનું સંવેદન તેમાં થઈ શકે નહીં. જે જ્ઞાન એટલું
નબળું અને પરાધીન છે કે ઈંદ્રિયોના અવલંબન વગર સ્થૂળ પદાર્થોને
જાણવાનું કાર્ય પણ કરી શકતું નથી, તે પરાધીન ઈંદ્રિયજ્ઞાન અતીન્દ્રિય એવા
મહાન આત્મપદાર્થને કેમ જાણી શકે? અતીન્દ્રિય–ચેતનાસ્વરૂપ આત્મા છે તે
અતીન્દ્રિય–ચેતનાવડે જ જણાય છે. –એવો તેનો અચિંત્ય પ્રમેયસ્વભાવ છે, તે
પોતાથી જ છે, બીજાના કારણે નથી. તેમજ સામે પરચીજ જ્ઞેય છે માટે તેનું
જ્ઞાન તેને કારણે થાય છે એમ નથી; જ્ઞેયોને જાણવાનો આત્માનો પોતાનો
સ્વયંસિદ્ધ ચેતકસ્વભાવ છે, તે પરને લીધે નથી.
* જુઓ, આવા આત્માને પોતે પોતાના સ્વસંવેદનથી પ્રમેય કર્યો ત્યાં
અનંતગુણની જે નિર્મળપર્યાય પ્રગટી તે નિશ્ચયધર્મ છે, ને તે પર્યાયના
પરિણમનમાં રાગા–