Atmadharma magazine - Ank 327
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 46 of 53

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૪૩ :
દિનો અભાવ છે એટલે નિશ્ચયમાં વ્યવહારનો અભાવ છે; –આવો અનેકાન્ત
સ્વયમેવ પ્રકાશે છે. એટલે રાગાદિવડે નિશ્ચયધર્મ પ્રગટે એ વાત રહેતી નથી.
બધી શક્તિના નિર્મળ પરિણમનમાં રાગાદિ અશુદ્ધતાનો અભાવ જ છે. –એવો
જ આત્માનો સ્વભાવ છે, ને આવા સ્વભાવપણે જે પરિણમ્યો તે જ સાચો
આત્મા છે.
* શુદ્ધનય અનુસાર જ્યાં આત્માની અનુભૂતિ થઈ ત્યાં જ્ઞાન અને રાગ જુદા પડી
ગયા. જ્ઞાન કહેતાં અનંતધર્મનો અભેદ પિંડ આત્મા, તેની નિર્મળપરિણતિ
આત્મામાં અભેદ થઈ અને તે જ સમયે રાગથી તે જુદી પડી ગઈ. –આવા ગુણ–
પર્યાયના સમૂહ જેટલો આત્મા છે. દ્રવ્યમાં ત્રિકાળ વ્યાપક ગુણ, અને એક
સમયની વ્યાપક નિર્મળપર્યાય, એ બે થઈને આખો આત્મા છે. તેના ધર્મોનું આ
વર્ણન છે.
* અનંત ધર્મોમાંથી જાણવાનું કામ જ્ઞાનમાં જ છે. બીજા ધર્મો (શ્રદ્ધા–આનંદ
વગેરે) ને પણ જ્ઞાન જ જાણે છે. આનંદ વગેરે બધા ધર્મોને જ્ઞાને જાણ્યા,
જ્ઞાનમાં જેવું જાણ્યું તેવું વર્ણન વાણીમાં આવ્યું. આ રીતે જ્ઞાનનો સ્વ–પરપ્રકાશી
સ્વભાવ છે.
* જ્ઞાનમાં એક રાગના કણિયાથી પણ લાભ માને તો તેણે આખા આત્માને
જ્ઞાનસ્વભાવી ન માનતાં, આખા આત્માને વિકારરૂપ જ માની લીધો છે. રાગનું
કર્તાપણું કરવા જઈશ તો શુદ્ધગુણરૂપ આત્મા તારી દ્રષ્ટિમાં નહીં આવે. રાગવડે
ગુણની પ્રાપ્તિ માને તેણે આખા આત્માને રાગરૂપ જ માન્યો, ગુણરૂપ આત્મા
તેણે ન માન્યો. –આ મિથ્યાત્વ છે, તેનું ફળ મોટું દુઃખ છે. અને રાગથી ભિન્ન
અનંતગુણસ્વરૂપ જે મહાન આત્મા–તેની ઓળખાણનું ફળ પણ મોટું એટલે
અનંત જ્ઞાન–આનંદથી ભરપૂર એવું સિદ્ધપદ, તે આત્માને જાણવાનું ફળ છે.
જાણવું તે અનુભવસહિત જ્ઞાનની વાત છે, શ્રદ્ધા પણ ભેગી જ છે.
એક રે દિવસ એવો આવશે...
આત્મા પરમ સુખ પામશે...
દેહ છોડી મોક્ષમાં મ્હાલશે...