Atmadharma magazine - Ank 327
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 53

background image
: પોષ : ૨૪૯૭ આત્મધર્મ : ૫ :
ફત્તેપુરમાં આઠ દિવસ
હે જીવ! આત્માના આનંદની કમાણીની આ મોસમ છે.
સત્સમાગમે આત્માની સમજણ કરીને સમ્યગ્દર્શનવડે
તારા આત્મામાં મોક્ષનું શિલાન્યાસ કર.
રણાસણથી પૂજ્ય શ્રી કહાનગુરુ માગશર સુદ બીજે ફત્તેપુર
પધાર્યા... નગરીને શણગારીને ઉમંગભર્યું સ્વાગત થયું.
ફત્તેપુરમાં કુલ ૨પ૦ ઘર જેટલી વસ્તી, તેમાં જૈનોનાં ૪પ ઘર છે;
અને ૮પ વર્ષનું પ્રાચીન દિગંબર જિનમંદિર છે; તેનો પુનરુદ્ધાર
અને નુતન સમવસરણ–મંદિરનું શિલાન્યાસ તથા
સ્વાધ્યાયમંદિરનું શિલાન્યાસ થવાના શુભપ્રસંગ નિમિત્તે ગુરુદેવ
ફત્તેપુર આઠ દિવસ માટે પધાર્યા. ફત્તેપુરમાં ઘરેઘરે ઉમંગ ને
ઉત્સાહ હતો. ફત્તેપુરમાં ભાઈશ્રી બાબુભાઈ તથા દરેક મુમુક્ષુ
ભાઈઓએ ઉત્સવને શોભાવ્યો હતો. સ્વાગત પછીના મંગલ–
પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે–
દેહ–દેવળમાં બિરાજમાન ચૈતન્યમૂર્તિ આત્મા પવિત્ર છે તે મંગળ છે. આવા
આત્માનું લક્ષ કરીને તેનાં શ્રદ્ધા–જ્ઞાન કરતાં આત્માને અપૂર્વ શાંતિ મળે છે તે
માંગળિક છે. આત્મા સિવાય શરીરાદિ પરવસ્તુમાં ‘આ હું છું, આ મારું છે’ એવો
અહંભાવ અને મમત્વભાવ તે અમંગળ છે–દુઃખ છે. આત્માના ભાન વડે તે
મમત્વના પાપને જે ગાળે, ને ‘મંગ’ એટલે કે સુખને લાવે તે સાચું માંગળિક છે.
આનંદના સ્વભાવથી ભરેલો આત્મા, તેને જ્યાં અંતરના શ્રદ્ધા–જ્ઞાનમાં સ્થાપ્યો
ત્યાં તે ધર્મીના અંતરમંદિરમાં બીજા કોઈ રાગાદિ પરભાવનો પ્રેમ રહેતો નથી. જેમ
સતિના મનમાં પતિ સિવાય બીજાનો પ્રેમ હોતો નથી, તેમ સત્ એવો જે
આત્મસ્વભાવ, તેને સાધનારા ધર્માત્માને પોતાના ચિદાનંદસ્વભાવ સિવાય બીજા
કોઈ પરભાવનો