Atmadharma magazine - Ank 329
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 57

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૫ :
* અજ્ઞાનીઓને અનુમાનમાં આવી જાય એવો આ આત્મા નથી. એકલા પરજ્ઞેયને
અવલંબનારું જ્ઞાન તે અજ્ઞાન છે, તે જ્ઞાન નથી. જ્ઞાનનો ભંડાર આત્મા, તે પોતે
પોતાના જ્ઞાનસ્વભાવને અવલંબીને જે જ્ઞાનરૂપે પરિણમે તે જ જ્ઞાન મોક્ષને
સાધનારું છે.
* આ શરીરને ઘટ કહેવાય છે, ઘડાની જેમ તે ક્ષણિક નાશવાન છે. તે ઘટ અને
ઘટને જાણનારો–એ બંને એક નથી પણ જુદા છે. શરીરના અંગભૂત ઈંદ્રિયો તે
કાંઈ આત્માના જ્ઞાનની ઉત્પત્તિનું સાધન નથી. અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવી આત્મા
છે, તેને સાધન બનાવીને જે જ્ઞાન થાય તે જ આત્માને જાણનારું છે. પુણ્ય–પાપ
પણ એનું સ્વરૂપ નથી. અતીન્દ્રિયજ્ઞાન એવું નથી કે પુણ્ય–પાપને રચે. રાગની
રચના તે આત્માનું કાર્ય નથી; આત્માનું ખરું કાર્ય (એટલે કે પરમાર્થ લક્ષણ)
તો અતીન્દ્રિય જ્ઞાનચેતના છે; તે ચેતના સ્વરૂપે અનુભવમાં લેતાં જ આત્મા
સાચા સ્વરૂપે અનુભવમાં આવે છે. આવા આત્માને અનુભવમાં લ્યે ત્યારે જ
જીવને ધર્મ થાય.
* આત્મા સ્વયં ઉપયોગસ્વરૂપ છે; તેને પરનું આલંબન નથી; બહારથી તે
ઉપયોગને લાવતો નથી. અંતરની એકાગ્રતા વડે જે ઉપયોગ કામ કરે તે જ
આત્માનું સ્વલક્ષણ છે. આવા અતીન્દ્રિયજ્ઞાનનો ધણી ભગવાન અશરીરી
આત્મા, તે પોતાને ભૂલીને શરીર ધારણ કરી કરીને ભવમાં ભટકે–એ તો
શરમજનક છે, તે કલંક આત્માને શોભતું નથી. બાપુ! તું અશરીરી
ચૈતન્યભગવાન, તારો ચૈતન્ય ઉપયોગ શરીરમાંથી, ઈન્દ્રિયોમાંથી કે રાગમાંથી
આવતો નથી; આવા આત્માના સંસ્કાર અંતરમાં જેણે નાંખ્યા હશે તેને
પરભવમાંય તે સંસ્કાર સાથે રહેશે. માટે વારંવાર અભ્યાસ કરીને આવા
આત્માના સંસ્કાર અંતરમાં જેણે નાખ્યા હશે તેને પરભાવમાંય તે સંસ્કાર સાથે
રહેશે. માટે વારંવાર અભ્યાસ કરીને આવા આત્મસ્વભાવના સંસ્કાર અંદરમાં
દ્રઢ કરવા જેવા છે. બહારનાં ભણતરે એ જ્ઞાન આવતું નથી, એ તો અંતરના
સ્વભાવથી જ ખીલે છે. અંતરમાં સ્વભાવના ઘોલનના સંસ્કાર વારંવાર અત્યંત
દ્રઢ કરતાં તે સ્વસંવેદનપ્રત્યક્ષ થાય છે એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થાય છે.
તે જ ધર્મની સાચી કમાણી છે, અને એવી ધર્મની કમાણીનો આ અવસર છે.
* આત્માનું ચિહ્ન જે ઉપયોગ, તેને કોઈ લઈ જઈ શકતું નથી; આત્માનો સહજ
સ્વભાવ જેમ નિત્ય છે તેમ તેમાં અંતર્મુખ થઈને અભેદ થયેલો ઉપયોગ પણ