જેને પ્રીતિ થઈ તેને ભિન્નરૂપ અનિત્ય એવા શરીરાદિ સંયોગોમાં આત્મબુદ્ધિ
રહેતી નથી, ને તેના લક્ષે થતા રાગાદિ પરભાવોમાં પણ તેની પ્રીતિ ઊડી જાય
છે. જ્ઞાનઉપયોગ અંતર્મુખ થઈને પોતાના અસ્તિત્વ–નિયત્વ અને સમાધિસુખના
વેદનમાં લીન થયો, તે ઉપયોગ હવે બીજા કોઈથી હણાય નહીં. તે ઉપયોગ કાંઈ
બીજા વડે થયો નથી કે બીજા વડે તે હરાઈ જાય.
બહારથી આવવાનું માને છે; ઈંદ્રિય અને રાગનો નાશ થઈ જતાં તેનો ઉપયોગ
પણ નષ્ટ થઈ જશે. –પણ એવો પરાધીન ઉપયોગ આત્માનું સ્વરૂપ નથી;
આત્માનો ઉપયોગ સ્વાધીન છે; સ્વાધીન–એટલે આત્માના આશ્રયે પ્રગટેલો
ઉપયોગ આત્માથી કદી છૂટે નહીં, કોઈ તેને હરી શકે નહીં. આવો ઉપયોગ તે
આત્માનું પરમાર્થસ્વરૂપ છે.
પોતાનો આત્મા જેણે જાણ્યો તેણે સર્વજ્ઞને ઓળખ્યા, તેણે સર્વજ્ઞની આજ્ઞા
જાણી. જે જીવ ઉપયોગસ્વરૂપ આત્માને અન્યરૂપે માને છે તે ભગવાનની
આજ્ઞાથી વિરુદ્ધ છે. તે જીવ મિથ્યા માન્યતા વડે ક્ષણેક્ષણે ભાવમરણ કરીને
આત્માના આનંદને હણે છે, તે હિંસા છે. તે હિંસા અને ભાવમરણથી આત્મા કેમ
છૂટે? કે પોતાના આત્માને નિત્ય ઉપયોગસ્વરૂપ જાણીને, તેમાં ઉપયોગને જોડે,
તો તે ઉપયોગ કોઈથી હણાય નહીં; આનંદમય ઉપયોગથી જીવતો આત્મા, તેનું
જીવતર કોઈથી હણાય નહીં, ભાવમરણ થાય નહીં. સુખનો ગંજ આત્મા છે, તે
આવા ઉપયોગ વડે અનુભવમાં આવે છે, તેમાં કોઈ વિઘ્ન નથી. આવો નિર્વિઘ્ન
ઉપયોગ તે મહાન આનંદરૂપ મંગળ છે.
આનંદસ્વભાવમાં એવો લીન થયો છે કે તેને કોઈ આત્માથી છૂટો પાડી શકે
નહીં. ધુ્રવમાં લીન થયેલો તે ઉપયોગ ધુ્રવ સાથે અભેદ થયો. –ચોથા ગુણસ્થાને
સમ્યગ્દ્રષ્ટિને આવો ઉપયોગ પ્રગટે છે, આવો ઉપયોગ તે જીવનો ધર્મ છે.