* *
આત્મધર્મ ફાગણ
વર્ષ ૨૮ ૨૪૯૭
અંક––પ MARCH
ચિદાનંદભગવાનની સ્તુતિરૂપ મંગળ
અને સ્વાનુભૂતિરૂપ નમસ્કાર
(માહ સુદ પાંચમના રોજ સમયસાર–નાટકની ઉત્થાનિકા પૂર્ણ થયા બાદ પ્રથમ
જીવ–અધિકારનો પ્રારંભ ભાઈશ્રી ચંદ્રકાંત હરિલાલ દોશીના નવા મકાનના મંગલ
વાસ્તુ પ્રસંગે થયો હતો. તે પ્રવચનમાંથી ભાવવાહી મંગલ પ્રસાદી અહીં આપી છે.)
ભગવાન કુંદકુંદાચાર્યદેવે જે સમયસાર–પરમાગમ રચ્યું, તેની અલૌકિક ટીકા
અમૃતચંદ્રાચાર્યદેવે કરી છે, તેમાં ૨૭૮ અધ્યાત્મરસઝરતા કળશ છે; તેમાં માંગળિકનો
પહેલો શ્લોક–
नमः समयसाराय स्वानुभूत्या चकासते।
चित्स्वभावाय भावाय सर्व भावांतरच्छिदे।।१।।
આ કળશ ઉપરથી તેના સારરૂપે પં. બનારસીદાસજીએ હિંદીમાં નાટક સમયસાર
રચ્યું છે; તેમાં કહે છે કે–
शोभित निज अनुभूति जुत चिदानंद भगवान।
सार पदारथ आतमा, सकल पदारथ जान।।१।।
ચિદાનંદ ભગવાન આત્મા સ્વાનુભૂતિરૂપ જ્ઞાનવડે શોભાયમાન છે, આ મહાન
મંગળ છે. ધર્મીને આત્માની સ્વાનુભૂતિમાં નિજસ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, ને અપૂર્વ ધર્મ
છે, તે મોક્ષનું મંગળ છે.
સમયસાર એવો ચિદાનંદ ભગવાન આત્મા, તે પોતાની સ્વાનુભૂતિદશા સહિત શોભે
છે. સ્વાનુભૂતિમાં અપૂર્વ આનંદનું વેદન છે. સ્વાનુભૂતિ વડે પ્રકાશમાન થાય એવો પ્રત્યક્ષ
જ્ઞાતા અતીન્દ્રિયસ્વભાવી આત્મા છે. આવો આત્મા જ જગતમાં સારભૂત પદાર્થ છે. અંતર્મુખ
થતાં આવા આત્માની પ્રતીતિ થાય તે મંગળ છે, તે સ્વઘરમાં અપૂર્વ વાસ્તુ છે.