પૂર્ણ જ્ઞાનરૂપ હોય, તેમાં વચ્ચે રાગની આડશ ન હોય. એમ આનંદશક્તિનો વિકાસ
અનંત આનંદરૂપ છે; શ્રદ્ધા પોતાના અનંત સ્વભાવને સ્વીકારવાની અનંત તાકાતવાળી
છે. જ્ઞાનસ્વરૂપ આત્માનો કોઈ પરમ અદ્ભુત વિલાસ છે, કે જેના વિકાસમાં કોઈ
સંકોચ નથી. એકવાર વિકાસ થયા પછી ફરીને કદી તેમાં સંકોચ થતો નથી. આવા
અદ્ભુત આત્મવૈભવને લક્ષમાં લ્યે તો જગતમાંથી મહિમા ઊડી જાય ને તેમાં સુખબુદ્ધિ
છૂટી જાય. હે જીવ! તને આવા નિજવૈભવનો કરિયાવર આપીને સંતો મોક્ષમાં તેડી જાય
છે. તારા આવા સતનો સ્વીકાર કર! તારામાં છે તેનો વિશ્વાસ કરીને તેમાં લક્ષ કર.
એટલે તારી શક્તિ નિર્મળપણે ખીલી ઊઠશે.