Atmadharma magazine - Ank 329
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 49 of 57

background image
: ૪૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૭
વિકાસ પરમ આનંદરૂપ ને સર્વજ્ઞતારૂપ છે. ભગવાનને સર્વજ્ઞતા ને અતીન્દ્રિય આનંદ
પ્રગટ્યો તે ક્્યાંથી આવ્યો? અંદર શક્તિ હતી તેનો વિકાસ થયો. તેમ દરેક આત્મામાં
તેવી શક્તિ છે, ને તે જ વિકાસ પામીને સર્વજ્ઞતારૂપે ને પૂર્ણ આનંદરૂપે ખીલે છે. એવી
ખીલે છે કે ફરી કદી કરમાય નહિ, સંકોચાય નહીં.
અહા, ચૈતન્યનો પ્રવાહ–તેના વિસ્તારમાં વચ્ચે રાગ ન હોય, ચૈતન્યનો વિસ્તાર
ચૈતન્યરૂપ જ હોય. સૂતેલા ચૈતન્યને જાગૃત કરવા માટે જિનવાણી માતા આ તેનાં
ગુણનાં ગાણાં–હાલરડાં ગાય છે. અરે આત્મા! તું જાગ......તારા નિજગુણને જો.....ને
આનંદિત થા.
તારા નિજગુણ સ્વયંસિદ્ધ છે; તે અન્યથી કરાતા નથી ને અન્યને કરતા નથી.
તારા ગુણનું નિર્મળ કાર્ય તારા પોતાથી થાય છે. બીજું કોઈ તેનું કારણ નથી; તેમજ
તારાગુણની નિર્મળ પરિણતિ કોઈ બીજા ભાવને કરતી નથી. તારા કારણ–કાર્ય તારામાં
જ સમાય છે.
અરે જીવ! તારો આત્મા ચૈતન્યસમુદ્ર તેમાં અનંત ગુણરત્નો ભરેલા છે. તે
ગુણમાં ક્્યાંય રાગનો પ્રવેશ નથી. તારું શુદ્ધદ્રવ્ય અનંતા શુદ્ધ ગુણો અને તેની શુદ્ધ
પર્યાયો તેમાં તારું અસ્તિત્વ પૂરું થાય છે. ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ તારી સ્વતંત્ર સત્તા છે.
તેમાં બીજાનું કાંઈ કાર્ય નથી. સ્વાધીન આત્મા પોતાની અનંત શક્તિને વિશ્વાસમાં
લઈને પરિણમે તે મોક્ષમાર્ગ છે ને તેમાં રાગાદિનો અભાવ છે.
* * * * *
અમર આતમરામ
નિજ આત્માને જાણ્યા વિના બહુ દુઃખને પામ્યો અરે!
સિદ્ધ સુખને ઝટ પામવા જિન–ભાવના ભાવું હવે.
સંતો કરે છે ધ્યાન જેનું પરમ જ્ઞાયક ભાવ હું,
કદી મરણને પામું નહીં, છું અમર આતમરામ હું.