Atmadharma magazine - Ank 329
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 50 of 57

background image
ફાગણ : ૨૪૯૭ આત્મધર્મ : ૪૭ :
વૈરાગ્ય સમાચાર
* વઢવાણના ભાઈશ્રી શાંતિલાલ પોપટલાલ તા. ૬–૨–૭૧ ના રોજ ભાવનગર
ઈસ્પિતાલમાં સ્વર્ગવાસ પામ્યા છે. કેટલાય વર્ષોથી તેઓ સોનગઢમાં પૂ.
ગુરુદેવની છાયામાં રહેતા હતા અને સોનગઢ જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટના મંત્રી
તરીકે તેમણે અનેક વર્ષો સુધી સંસ્થાની સેવા કરી હતી. છેલ્લા કેટલાક વખતથી
તેઓ બિમાર રહેતા. સોનગઢમાં તા. પ ની રાત્રે બિમારીથી બેશુદ્ધ થઈ જતાં
તેમને ભાવનગર ઈસ્પિતાલમાં લઈ જવાયા હતા, ત્યાં તા. ૬ ની રાત્રે તેઓ
સ્વર્ગવાસ પામી ગયા. વીતરાગી દેવ–ગુરુના શરણે તેઓ આત્મહિત પામો.
* ખાંભાના બેન લીલાવંતીબેન કાંતિલાલ ઘેલાણી (ઉ. વ. પ૭) (તે ઉમેદભાઈ
નાગરભાઈના મોટાબેન) તા. ૬–૨–૭૧ ના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ
પામ્યા છે. સવાત્રણ કલાકના ઓપરેશન પછી પણ તેઓ બોલેલા કે હું શુદ્ધિમાં
છું, શરીરનું કામ શરીરમાં થાય છે. તેઓ અવારનવાર સોનગઢ આવતા; અને
આત્મધર્મ વગેરે ધાર્મિક સાહિત્ય પ્રેમથી વાંચતા હતા. તેઓ વીતરાગી દેવ–
ગુરુના શરણે આત્મહિત પામો.
* ઉમરાળાના ભાઈશ્રી નગીનદાસ દીપચંદ તા. ૨–૨–૭૧ ના રોજ સ્વર્ગવાસ
પામ્યા છે. થોડા દિવસ પહેલાંં તેમને દર્શન દેવા ગુરુદેવ ભાવનગર પધાર્યા હતા.
તેમના ધર્મપત્ની ધનલક્ષ્મીબેને છેવટ સુધી તેમને ધર્મશ્રવણ કરાવ્યું હતું.
વીતરાગી દેવ–ગુરુના શરણે તેઓ આત્મહિત પામો.
* દિલ્હીવાળા દીપકકુમાર જૈનના દાદીમા મણિબેન (ઉ. વ. ૮૨) તા. ૧૦–૧–૭૧
ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. આટલી ઉંમરે પણ તેઓ રોજ આત્મધર્મ તથા
આત્મવૈભવનું વાંચન સાંભળતા અને બહુ પ્રમોદ તથા ભક્તિભાવ દર્શાવતા.
તેઓને કાંઈ બિમારી ન હતી; હાર્ટફેઈલથી તેઓ સ્વર્ગવાસ પામી ગયા.
વીતરાગી દેવ–ગુરુના શરણે તેઓ આત્મહિત પામો.
* વઢવાણવાળા કાનજીભાઈના બહેન અને અમીચંદ અમૃતલાલના મોટા માતુશ્રી
(ઉં. વ. ૮૧) કલોલ મુકામે માગશર સુદ એકમે સ્વર્ગવાસ પામ્યા છે. અંતિમ
દિવસ સુધી તેમણે અપૂર્વઅવસર વગેરેનું શ્રવણ કર્યું હતું. વીતરાગ–દેવ–ગુરુના
શરણે તેઓ આત્મહિત પામો.