: ૨૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૭
* મૈં સબકો જાનનહાર..... *
પં. શ્રી બુધજન કવિ રચિત આ અધ્યાત્મભજન, માનનીય પ્રમુખશ્રી
નવનીતભાઈ અવારનવાર બોલે છે; તે જિજ્ઞાસુઓની માંગણીથી અહીં અર્થસહિત
આપવામાં આવ્યું છે. (સં.)
હમકૌં કછુ ભય ના રે, જાન લિયો સંસાર।।હમકૌં ૦
જો નિગોદમૈં, સો હી મુઝમૈં, સો હી મોક્ષમંઝાર।
નિશ્ચય ભેદ કછુ ભી નાહીં, ભેદ ગિનૈ સંસાર।।હમકો ૦
પરવશ હ્વૈ આપા વિસારિકે, રાગ દોષકૌ ધાર।
જીવત મરત અનાદિ કાલતેં, યૌં હી હૈ ઉરઝાર।। હમકૌં ૦
જાકરિ જૈસેં જાહિ સમયમેં, જો હોતા જા દ્વાર।
સો બનિહૈ ટરિહૈ કછુ નાહીં, કરિ લીનૌ નિરધાર।।હમકાૈં ૦
અગનિ જરાવૈ પાની બોવૈ, વિછુરત મિલત અપાર।
સો પુદ્ગલરૂપી મૈં ‘બુધજન’ સબકૌ જાનનહાર।।હમકાૈં ૦
‘બુધજન’ એટલે કે જ્ઞાનીજનો કહે છે કે અમે આ સંસારનું સ્વરૂપ જોઈ લીધું
છે, અને તેમાં સર્વને જાણનારા એવા અમારા જ્ઞાનસ્વરૂપને પણ જાણી લીધું છે, તેથી
હવે અમને કોઈ ભય નથી.
નિશ્ચયથી આત્માનું શુદ્ધસ્વરૂપ જેવું મોક્ષમાં છે તેવું જ નિગોદમાં છે, અને તેવું
જ અત્યારે મારામાં છે; અર્થાત્ નિગોદાદિ બહિરાત્મદશા, વર્તમાન સાધકરૂપ
અંતરાત્મદશા, અને મોક્ષરૂપ પરમાત્મદશા, –એ સર્વ દશા વખતે નિશ્ચયથી આત્માનું જે
શુદ્ધસ્વરૂપ છે તેમાં કોઈ ભેદ નથી; પર્યાયના ભેદે શુદ્ધસ્વભાવમાં પણ ભેદ ગણતાં
પર્યાયબુદ્ધિ થાય છે, અને તે સંસાર છે. પરંતુ અમે તો નિશ્ચયથી એકરૂપ સ્વરૂપ જાણ્યું
છે, તેથી અમને સંસારનો ભય નથી.
અત્યાર સુધી આત્માનું શુદ્ધસ્વરૂપ વિસારીને હું પરવશ રહ્યો અને મેં રાગ–દ્વેષને
ધારણ કર્યા; તેથી અનાદિકાળથી સંસારમાં જન્મ–મરણ કર્યા, અજ્ઞાનને લીધે અનાદિથી
આવી મુંઝવણ ને દુઃખ જીવે સહન કર્યું. –પરંતુ હવે જ્ઞાનસ્વરૂપને જાણી લીધું–તેથી
સંસારનો કોઈ ભય ન રહ્યો.
(અનુસંધાન પાનું ૩૧)