Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 69

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૭ :
પોતાના આત્માની ઓળખાણ કરીને પરમાત્મા કેમ થવાય? તે વાત અહીં
રાજાની સેવાના દ્રષ્ટાંતથી સમજાવે છે. (સમયસાર ગાથા ૧૭–૧૮)
જે આત્માનો અર્થી હોય, આત્મા જેને વહાલો હોય, તે ઉદ્યમપૂર્વક આત્માનું
સ્વરૂપ જાણીને તેની શ્રદ્ધા કરે છે, ને પછી તેમાં જ સ્થિર થઈને તેનું સેવન કરે છે. –
આમ કરવાથી પરમ સુખ થાય છે. જેમ ધનનો અભિલાષી જીવ પ્રથમ તો લક્ષણ વડે
રાજાને ઓળખે છે ને શ્રદ્ધાપૂર્વક તેની સેવા કરે છે, અને રાજા પ્રસન્ન થઈને તેને ધન
આપે છે. તેમ ચૈતન્ય રાજા એવો આ આત્મા અનંત ચૈતન્ય વૈભવસંપન્ન છે; તેનો
ઈચ્છુક મુમુક્ષુ જીવ ઉપયોગલક્ષણવડે બરાબર ઓળખીને તેની શ્રદ્ધા કરે છે અને તેમાં
એકાગ્ર થઈને તેને સેવે છે; ત્યાં ચૈતન્યરાજા પોતે પ્રસન્ન થઈને પોતાને જ્ઞાન–આનંદનો
વૈભવ આપે છે.
પોતે જ દાતાર, ને પોતે જ લેનાર; કોઈ બીજા પાસે માંગવું પડે તેમ નથી. પણ
તે માટે પોતે પોતાનું સ્વરૂપ ઓળખીને તેની સેવા (એટલે કે જ્ઞાન–શ્રદ્ધા–એકાગ્રતા)
કરવી જોઈએ. આત્માને તો ઓળખે નહી ને શરીરને કે રાગને સેવે તો કાંઈ મળે નહીં.
જ્યાં હોય ત્યાંથી મળેને? શરીરમાં ને રાગમાં કાંઈ તારું સુખ નથી કે તેની સેવાથી તને
સુખ મળે! સુખનો ભંડોર તો તારો આત્મા પોતે છે; તેનું સાચું સ્વરૂપ ઓળખતાં તે
સુખ અનુભવાય છે. ધર્મ અને સુખ તેને કહેવાય કે જેમાં આત્માનો સ્પર્શ થાય–
અનુભવ થાય–સાક્ષાત્કાર થાય; પરમાત્મા પોતામાં જ દેખાય.
શરીર તે હું છું, મનુષ્ય હું છું–એમ અજ્ઞાનથી જીવ પોતાને શરીરરૂપ માને છે;
પણ શરીરથી ભિન્ન ચૈતન્યતત્ત્વ પોતે કોણ છે તે ઓળખતો નથી. બાપુ! ઘણાં પુણ્ય
કરવાથી આ મનુષ્ય અવતાર મળ્‌યો છે, તેમાં આત્માનું હિત કેમ થાય તેનો વિચાર કર.
૧૬ વર્ષની વયે શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–હે જીવ! બહારમાં લક્ષ્મી–કુટુંબ વગેરેમાં તારું
સુખ નથી, તેની મમતાથી તો તું મનુષ્યભવ હારી જઈશ; પરમાં સુખ માનતાં તારા
આત્માનું સુખ ભુલાઈ જશે. માટે તું વિચાર તો કરે કે આત્માને સાચું સુખ કેમ થાય?
ને ક્ષણક્ષણનું ભયંકર ભાવમરણ કેમ મટે?
દેહથી જુદો, જાણનાર સ્વરૂપી હું કોણ છું? દેહનો નાશ થવા છતાં અવિનાશી
રહેનારો હું કોણ છું? એમ અંદર શાંતિથી, પરભાવોથી જુદો પડીને તારા આત્માનો
વિચાર કર, તો અંતરમાં તને તારા આત્માનો અનુભવ થશે. આત્માના