Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 69

background image
: : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
સોનગઢ–લાઠી–જેતપુર
–ગીરનાર–માળીયા *
ચેત્રસુદપૂનમના રોજ સોનગઢથી મંગલપ્રસ્થાન કરીને પૂજ્ય ગુરુદેવ લાઠી
પધાર્યા, ત્યાંથી જેતપુર પધાર્યા; જેતપુરથી ચૈત્ર વદ ત્રીજના રોજ ગીરનાર સિદ્ધધામમાં
દર્શન કરવા પધાર્યા; આ પ્રસંગે પૂ. બેનશ્રી–બેન, તેમજ બીજા સેંકડો મુમુક્ષુ ભાઈ–
બહેનો પણ આવ્યા હતા; ગુરુદેવે નેમપ્રભુની ભક્તિ કરી હતી, ને ગીરનાર સન્મુખ
ભક્તિથી સૌને હર્ષ થયો હતો. આ રીતે ગીરનારતીર્થની નાનકડી યાત્રામાં પણ મોટો
આનંદ આવ્યો હતો. આ પ્રસંગે ગીરનાર તળેટીમાં બિરાજમાન સંઘના શ્રી
મલ્લિસાગરજી મહારાજને કાનમાં ત્રણવાર નમસ્કારમંત્ર કાનજીસ્વામીએ સંભળાવ્યા
હતા; અને તે જ રાત્રે શ્રી મલ્લિસાગરજી સ્વર્ગવાસ પામ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી
તેમને આહાર–પાણીનો સંપૂર્ણ ત્યાગ હતો.
ચૈત્ર વદ ચોથે પૂ. ગુરુદેવ જેતપુરથી કેશોદ થઈને હાટીના–માળીયા (–તે સ્વ૦ બ્ર
રમાબેનના ગામે) પધાર્યા; ઉલ્લાસથી સ્વાગત કરીને ગ્રામ્યજનતાએ પણ બે દિવસ
અધ્યાત્મ ઉપદેશ હોંશથી સાંભળ્‌યો. ત્યારબાદ ચૈત્ર વદ છઠ્ઠે પૂ. ગુરુદેવ પોરબંદર તરફ
પધાર્યા.
માળીયાના પ્રવચનમાંથી થોડીક પ્રસાદી
આ સમયસાર શાસ્ત્ર છે.
‘સમયસાર’ એટલે શું? આ દેહથી ભિન્ન અંદર જે આત્મા છે તેને ‘સમયસાર’
કહેવાય છે; તેનું સ્વરૂપ બતાવનારું આ શાસ્ત્ર સમયસાર છે.
જે અરિહંત અને સિદ્ધપરમાત્મા થયા તે ક્્યાંથી થયા? તે પરમાત્મપણું ક્્યાંય
બહારથી નથી આવ્યું પણ આત્મામાં જ તેવો જ્ઞાન–આનંદ સ્વભાવ છે તે સ્વભાવમાંથી
જ પરમાત્મપણું પ્રગટ થયું છે.
જેમ ચણામાં મીઠાસ છે ને લીંડી પીપરમાં તીખાસ છે, તે બહારથી નથી આવતી
પણ અંદર ભરી છે તે જ પ્રગટે છે, તેમ દરેક આત્મા જ્ઞાન–આનંદ સ્વભાવે પૂરો ભરેલો
ભગવાન છે, તેનું ભાન કરતાં તે પ્રગટે છે.