Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 69

background image
: : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
આવા અનુભવ વગર ચારે ગતિમાં અનંત અવતાર તેં કર્યાં; –પણ અજ્ઞાનથી તું ભૂલી
ગયો. હવે આ મનુષ્યપણામાં એવો ઉપાય કર કે જેથી ભવભ્રમણનું દુઃખ ન રહે, ને
આત્માનું સાચું સુખ પ્રગટે. સુખને માટે, ધર્મને માટે પહેલામાં પહેલું શું કરવું? કે અંદર
પોતાના આત્માને અનુભૂતિવડે ઓળખવો. અનુભૂતિ એટલે ઉપયોગસ્વરૂપ આત્મા,
ઉપયોગસ્વરૂપે જે અનુભવાય છે તે જ હું છું–આમ અનુભૂતિસ્વરૂપ પોતાના આત્માને
ઓળખવો.
* * *
જિનવાણી માતા જગાડે છે–
હે જીવ! હવે તો તું જાગ
મોહથી મુર્છિત જીવને આચાર્યદેવ જગાડે છે કે હે
જીવ! હવે તો તું જાગ ને તારી નિજશક્તિને સંભાળ.
અનંતકાળથી મોહમૂર્છામાં તું સૂતો પણ હવે તો આ
જિનવચનરૂપી અમૃતવડે તું જાગ. અહા,
જિનવાણીમાતાજી પ્રેમથી જગાડે છે, સન્તો કરુણાથી
જગાડે છે, તો હે ભાઈ! હવે તો તું જાગ....હવે તારી
શક્તિના નિજવૈભવને દેખ. અનાદિથી મોહનિદ્રામાં સૂતો
ને નિજવૈભવને ભૂલ્યો, પણ હવે આ સમયસારના મંત્રો
વડે તું જાગ..... જાગીને તારા આત્મવૈભવને દેખ. હવે
જાગીને મોક્ષમાં જવાનાં ટાણાં આવ્યા છે. ૧૬ વર્ષ
કરતાંય નાની વયમાં શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે ‘રાત્રિ
વ્યતિક્રમી ગઈ; પ્રભાત થયો; નિદ્રાથી મુક્ત થયા, હવે
ભાવનિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો.