કેમ વાંછે છે? આકાશ જેવો જે મહાન અને નિર્મળ છે, અતીન્દ્રિય સુખ સહિત જે પ્રગટ
પ્રકાશમાન છે–એવા તારા આત્મામાં તું પ્રીતિ કર. આવો આત્મા વિચારવાન ડાહ્યા
પુરુષોને પોતાના અંતરમાં અનુભવગોચર થાય છે.
ઉપયોગ જોડવો તે જ ડાહ્યા–વિચારવંત પુરુષોનું કર્તવ્ય છે. જે બુદ્ધિ અંતરમાં આવા
આત્માને પકડે તે જ તીક્ષ્ણ બુદ્ધિ છે. આવા તીક્ષ્ણ બુદ્ધિવંત જીવો અંતરમાં પોતાના
સુખસાગરને દેખે છે, –જેમાં કોઈ કલેશ નથી, જે આનંદથી જ ભરેલો છે, અને
શુદ્ધજ્ઞાનનો જ જે અવતાર છે. રાગનો અવતાર કે રાગની ઉત્પત્તિ થાય એવો આત્માનો
સ્વભાવ નથી. આત્મા તો શુદ્ધજ્ઞાનનો અવતાર છે ને આનંદરૂપ અકૃત છે. તેના
આનંદને બનાવવો નથી પડતો, સ્વયં આનંદસ્વરૂપ જ છે. અરે જીવ! તું ડાહ્યો હો તો
આવા તારા આત્માને જાણ. બહારનાં બહુ ડહાપણ કર્યા પણ જો પોતાના આત્માને ન
જાણ્યો, તો જ્ઞાની કહે છે કે તું ડાહ્યો નથી, તારી બુદ્ધિ તીક્ષ્ણ નથી; તીક્ષ્ણબુદ્ધિ અને
ડહાપણ તો એ જ છે કે અંતરમાં પરભાવોથી ખાલી, અને સુખથી ભરેલ એવા
ચૈતન્યનિધાનને દેખે.
આત્મામાં ઉલ્લસે છે. અરે, આવા આત્માને મુકીને સંસારના કલેશને કોણ વાંછે? એવો
મૂરખ કોણ હોય કે પોતાના સુખના ખજાનાને છોડીને સંસારનાં કલેશમય દુઃખને વાંછે?
અહા, અંતરના ચૈતન્યનિધાનને ખોલીને સંતોએ બતાવ્યા,