Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 69

background image
: ૧૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
તો હે બુદ્ધિમાન! તારી પ્રીતિને તેમાં જ જોડ....મોક્ષના મંડપમાં આત્માને બિરાજમાન
કર. તારું ચૈતન્યપદ આનંદમય છે તે રાગ–દ્વેષથી રહિત છે. અંતર્મુખ થઈને આવા
નિજપદને નીહાળે તે સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન છે, ભગવાને તો જગતને આવા
આનંદમય તત્ત્વની ભેટ આપી છે, ને જ્ઞાની સંતો તે બતાવે છે.
સર્વજ્ઞ ભગવાનના વીતરાગી માલની એજન્સી (ઈજારો) જ્ઞાની સન્તો પાસે છે.
સર્વજ્ઞદેવે કહેલું આત્માનું સ્વરૂપ સંતો પોતાના જ્ઞાનમાં અનુભવીને જગતને દેખાડે છે;
તેઓ તીર્થંકર ભગવાનના એલચી (દૂત) છે, તીર્થંકર ભગવાનની પેઢીમાંથી લાવેલો
ચોકખો માલ (એટલે કે વીતરાગી મોક્ષમાર્ગ) તેઓ જગતને આપે છે કે હે જીવો!
સુખનું ધામ એવો જે તમારો શુદ્ધ આત્મા છે તેમાં અંતર્મુખ ઉપયોગને જોડતાં
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ આનંદમાર્ગ પ્રગટે છે. મોક્ષમાર્ગ કહો કે આનંદમાર્ગ કહો,
તે આત્મામાં સમાય છે.
અરે, આત્માના આવા સ્વરૂપનો વારંવાર વિચાર કરવા જેવો છે. તેથી શ્રીમદ્
રાજચંદ્ર કહે છે કે– ‘કર વિચાર તો પામ! ’ બીજું કેટલું કહીએ? તારું સ્વરૂપ તારા
અંતરમાં છે–તે તને બતાવ્યું; તેનો અંતરમાં વિચાર કર તો તેની પ્રાપ્તિ થાય.
સાચો વિચાર તેને કહેવાય કે જે આત્માને સ્વસન્મુખ લઈ જાય. સંસારના
પરભાવો તે દુઃખ, ને આત્માનો સ્વભાવ તે સુખ, –તેને જાણીને વિચારવંત વિવેકી જનો
તો સુખના સાગરમાં જ મગ્ન થાય છે, ને દુઃખરૂપ સંસારની પ્રીતિ અત્યંતપણે છોડે છે.
પરનો પ્રેમ કરતાં તો પોતાના આનંદનિધાન લૂંટાઈ જાય છે; માટે ડાહ્યા–વિચારવંત
જીવો સર્વ પરભાવોનો પ્રેમ છોડીને પોતાના સહજ પરમ ચૈતન્યતત્ત્વમાં જ પ્રીતિ કરે છે.
જગતની સ્પૃહા છોડીને પોતાના નિજતત્ત્વની જ મસ્તીમાં મશગુલ રહે છે. એવા સંતો
કહે છે કે–
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને,
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો, ઉત્તમ થશે
જ્ઞાનીઓને પોતાના શુદ્ધ આત્મા સિવાય બીજા કોઈમાં રસ નથી; તેમને મન–
વચન–કાયાની પ્રવૃત્તિમાં જોડાણ દેખાય, પણ ખરેખર તેમાં તન્મયતા નથી; તે પ્રવૃત્તિ
એવી નથી કે ભિન્ન આત્માનું ભાન ભૂલાઈ જાય–તેથી પૂજ્યપાદ સ્વામી કહે છે કે–