: ૧૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
नाटक सुनत हिये फाटक खुलत है
સમયસાર–નાટક દ્વારા શુદ્ધાત્માનું
શ્રવણ કરતાં હૈયાનાં ફાટક ખુલી જાય છે.
(સમયસાર નાટકનાં અધ્યાત્મરસઝરતાં પ્રવચનો (લેખાંક ૪) )
* * * * *
* સારમાં સાર એવો જે આત્માનો અનુભવ તેનું વર્ણન આ સમયસારમાં કરશું.
મુક્તિપંથમાં કારણરૂપ એવો આત્માનો અનુભવ કેમ થાય તે જ મુખ્ય વાત આ
સમયસારમાં કહેશું. શુદ્ધ નિશ્ચયની કથની કહેશું અને તેની સાથે શુદ્ધ વ્યવહારરૂપ જે
વીતરાગીદશા–મોક્ષમાર્ગ તે પણ કહેશું.
* આ સમયસારમાં અનુભવનું વર્ણન કરવાનું કહ્યું; તો પૂછે છે કે અનુભવ કોને
કહેવો? તે અનુભવનું લક્ષણ કહે છે–
વસ્તુ વિચારત ધ્યાવતાં મન પામે વિશ્રામ;
રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ એનું નામ.
ચિદાનંદ સ્વરૂપ આત્માનું સાચું સ્વરૂપ લક્ષમાં લઈને તેને વિચારતાં અને
ધ્યાવતાં ચિત્ત તેમાં વિશ્રાંતિ પામે છે, પરભાવોની આકુળતાથી છૂટીને આત્માના
શાંતરસમાં જ્ઞાન એકાગ્ર થાય છે, અને તે શાંતરસના સ્વાદથી પરમ અતીન્દ્રિય સુખ
થાય છે, તેનું નામ અનુભવ છે.
* આત્માનો આવો અનુભવ પ્રગટ કરવો તે આ સમયસારનું તાત્પર્ય છે, તે જ
ધર્મ છે, તે જ મોક્ષમાર્ગ છે. તે અનુભવનો મહિમા કહે છે–
અનુભવ ચિંતામણિ–રતન, અનુભવ છે રસકૂપ;
અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષસ્વરૂપ.