: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૩ :
અહા, અનુભવ એ તો અતીન્દ્રિય આનંદને દેનાર ચિંતામણિ છે; જડચિંતામણિ
તો બહારની વસ્તુ આપે, પણ આત્માના અનુભવરૂપ ચિંતામણિ તો મોક્ષ આપે છે.
આત્માના અનુભવમાં મોક્ષનો આનંદ અનુભવાય છે. આત્માનો જે પરમ નીરાકુળ
શાંતરસ, તેનો સમુદ્ર સ્વાનુભવમાં ઉલ્લસે છે, તેથી અનુભવને રસકૂપ કહ્યો છે.
આત્માના અનુભવમાં જે શાંતિ છે–તેવી શાંતિ જગતમાં બીજે ક્્યાંય નથી.
આ શાસ્ત્રમાં ઘણું વર્ણન કરશું પણ તેમાં મૂળ પ્રયોજન તો અનુભવનું જ છે–કે
જેમાં આત્માના આનંદરસનો સ્વાદ આવે. આત્માના સ્વભાવને અનુસરીને ભવવું–
પરિણમવું તેનું નામ અનુભવ, આવો અનુભવ તે જ મોક્ષનો માર્ગ છે.
અનુભવ એટલે જ આત્માનો આનંદ. આત્માનો આનંદ કહો કે મોક્ષનો આનંદ
કહો; તેથી અનુભવને મોક્ષસ્વરૂપ કહ્યો છે.
અનુભવીને એટલું જ છે કે સદા નિજાનંદમાં રહેવું. અહો જગતમાં સારભૂત
આત્મા જ છે કે જેના અનુભવમાં આનંદ છે. બીજે ક્્યાંય આનંદ નથી, ‘આત્મામાં
આનંદ છે માટે હે જીવ! તું આત્મામાં ગમાડ. ’
પરથી ભિન્ન જે ચિદાનંદ સ્વભાવ, તેને જાણીને તેની સન્મુખ થતાં તે
વિકલ્પાતીત આનંદનો સ્વાદ આવ્યો તે શુદ્ધાત્માનો અનુભવ છે; મોક્ષને પામવા માટે
આ અનુભવ ચિંતામણિરત્ન સમાન છે; તે અનુભવ પોતે શાંતરસથી ભરેલો કુવો છે.
શાંતરસનું ઝરણું આત્માના અનુભવમાં વહે છે. અનુભવદશામાં ચૈતન્યના આનંદનો
દરિયો ઉલ્લસે છે. –એ આનંદની શી વાત! એ શાંતરસની શી વાત! જેમાં આવો
અનુભવ છે તે જ મોક્ષમાર્ગ છે; રાગાદિ કોઈ ભાવો મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગનો આવો
અનુભવ કહો કે નિર્વિકલ્પ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર કહો; આત્માના આવા અનુભવ વગર
મોક્ષનાં ફાટક ખુલે નહીં. મોક્ષનાં ફાટક આત્માના અનુભવ વડે જ ખુલે છે; અને એવો
અનુભવ આ સમયસાર નાટક બતાવે છે. તેથી કહ્યું કે नाटक सुनत हिये फाटक
खुलत है।
‘અનુભવ’ માં નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે બધું સમાઈ જાય છે: ને
તે અનુભવરૂપ એક જ મોક્ષમાર્ગ છે; બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. મુક્તિના કારણરૂપ
આવા અનુભવનો અધિકાર આ શાસ્ત્રમાં છે.
જુઓ તો ખરા, પં. બનારસીદાસજીએ આત્માના અનુભવનો કેવો સરસ