: ૧૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
મહિમા ગાયો છે! અરે, આ આત્માના પોતાના ઘરની ચીજ છે, પણ જીવે પોતે પોતાનો
મહિમા કદી જાણ્યો નથી, તે મહિમા ઓળખાવીને આત્માનો અનુભવ કરાવે છે. આવા
અનુભવમાં શું–શું સમાય છે? તે બતાવીને કહે છે કે અહો! આત્માના અનુભવ સમાન
બીજો કોઈ ધર્મ નથી.
જેમ અનેકવિધ રસાયણ થાય છે; જે રસાયણ છાંટતાં પથ્થરમાંથી સોનું થઈ
જાય; તેમ અહીં જગતના જ્ઞાનીઓ કહે છે કે અહા! સાચું તો આ અનુભવ રસાયણ છે
કે જે છાંટતાં આત્મા પામરમાંથી પરમાત્મા બની જાય છે. અજ્ઞાનીઓ જડ–રસાયણનો
મહિમા દેખે છે, જ્ઞાનીઓ તો ચૈતન્યના અનુભવરૂપી રસાયણ પાસે જડ–રસાયણને ધૂળ
સમાન જ દેખે છે.
જેમ પથ્થરમાંથી સોનું બની જાય, તેમ અનેક પ્રકારનાં રોગ હોય તે પણ મટી
જાય એવું રસાયણ થાય છે, પણ તે રસાયણથી કાંઈ ભવરોગ ન મટે. આ અનુભવ–
રસાયણ જ એવું છે કે જેના વડે તરત જ ભવરોગ મટી જાય છે ને પરમ મોક્ષસુખ
પમાય છે. અહો! આવા અનુભવરસનું હે જીવો! તમે સેવન કરો. આત્માના
અનુભવનો, અને એવા સ્વાનુભવી સંતોનો જેટલો મહિમા કરીએ તેટલો ઓછો છે.
પોતે આવો અનુભવ કરવો તે જ સાર છે.
આ સમયસારમાં આવો અનુભવ કરવાનું બતાવ્યું છે; તેથી કહે છે કે–
नाटक सुनत हिये फाटक खुलत है।
* * * * *
આત્માની અનુભૂતિ
વિકારથી જુદો આત્માનો અનુભવ થાય છે, શરીરથી જુદો આત્માનો
અનુભવ થાય છે, પણ જ્ઞાનથી જુદો કે આનંદથી જુદો આત્માનો અનુભવ થતો
નથી; કેમકે વિકાર અને શરીર તે આત્માના સ્વભાવની ચીજ નથી એટલે તે
તો શુદ્ધાત્માના અનુભવમાં સાથે રહેતા નથી, પણ જ્ઞાન ને આનંદ તો
આત્માના સ્વભાવની ચીજ છે એટલે તે તો શુદ્ધાત્માના અનુભવમાં સાથે જ
રહે છે.
–આ રીતે સમસ્ત પરભાવોથી ભિન્ન, ને પોતાના જ્ઞાનાદિ નિજભાવોથી
અભિન્ન, આવા શુદ્ધાત્માની અનુભૂતિ તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે.