Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 69

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૧૫ :
ભારતની બહેનો
એક મુમુક્ષુ બહેન દ્વારા ભારતની બહેનો પ્રત્યે ઉત્સાહપ્રેરક લખાણ
એક મુમુક્ષુ બહેને ભારતની બહેનોને માટે પ્રેરણા આપતું લખાણ લખી મોકલ્યું
છે. લખાણ તો લાંબું છે, અહીં તેમાંથી ટૂંકાવીને આપ્યું છે–જે બહેનોને માટે ઉત્તમ પ્રેરણા
આપશે. તે બહેન લખે છે કે–ગુરુપ્રતાપે આજે આત્મધર્મ દ્વારા ભારતના બાળકોને તો
જાગૃત કર્યા છે ને ભારતની બહેનોને પણ જગાડેલ છે. ગુરુદેવ જે તત્ત્વનો ઉપદેશ આપે
છે તે વૃદ્ધ કે બાળક, ભાઈ કે બહેન, સૌને માટે સરખો જ ઉપયોગી છે; લાયક જીવો
તેના વાંચન મનન વડે જરૂર આત્મહિત સાધશે.
ગુરુદેવનો આપણા ઉપર મહાન ઉપકાર છે કે આવા તત્ત્વના સંસ્કાર આપી રહ્યા
છે, માતાઓ તથા બહેનો! તમે આ પરમ સત્યનો માર્ગ અપનાવશો તો ઉગતા છોડ
જેવા નિર્દોષ બાળકોને પણ તેના સંસ્કાર મળશે. તીર્થંકરોને જન્મ આપનારી પણ
માતાઓ જ હતીને!
વિશેષમાં તેઓ લખે છે–ભૂતકાળમાં અનેક પુસ્તકો–માસિકો વાંચ્યા પણ
‘આત્મધર્મ’ જેવું સાત્ત્વિક માસિક કદી વાંચ્યું ન હતું. અને હવે તે વાંચ્યા પછી બીજું
વાંચવામાં મન લાગતું નથી આ કોઈ અતિશયોક્તિ નથી પણ તટસ્થભાવે સત્ય હકીકત
છે. અહા, નિજઘરમાં આવવાની વાત કોને ન ગમે? સુખી થવાની કોણ ના પાડે? ગમે
તેટલા દેશ–પરદેશ ફરે પણ અંતે તો સ્વ–ઘરમાં આવે ત્યારે જ જીવોને શાંતિ થાય છે.
ચૈતન્યમય આત્મા જ પોતાનું નિજઘર છે, તે જ ધ્યેય છે ને તે જ વિસામાનું ધામ છે.–
તેનું લક્ષ ‘આત્મધર્મ’ કરાવે છે. અજ્ઞાનના ગંધાતા ખાડામાંથી બહાર કાઢીને જ્ઞાનીઓ
સુખના ધામમાં લઈ જાય છે. જેનાથી મોતી પાકે એવા સ્વાતી નક્ષત્રનાં પાણી
સોનગઢમાં ગુરુમુખેથી બારેમાસ વરસે છે; લાયક જીવો તે મેધબિંદુ ઝીલીને સમ્યક્ત્વરૂપ
મોતી પકાવશે. અમે પણ આત્મધર્મ મારફત તેની પ્રસાદી ચાખીને કૃતાર્થ થઈએ છીએ.
ગુરુદેવની જન્મજયંતી પ્રસંગે ભાવના ભાવીએ છીએ કે જુગજુગ જીવો ભવ્યોના
તારણહાર....અમર રહો એમની શીતલ છત્રછાયા.
નારીનો અવતાર હીણો મનાય છે–પરંતુ મહા ભાગ્ય છે ભારતીય નારીના કે
જેને અધ્યાત્મના ઊંચા સંસ્કાર મળે છે.....ને તીર્થંકર જેવા ઉત્તમ રત્નોની જે ખાણ છે.
ભારતીય નારીનાં શીલ–સંયમ વડે ઈતિહાસનાં પાનાં શોભી રહ્યા છે.