પણ સ્ત્રીઓ જ હતી કે જેઓએ જગતના કોઈ પણ પ્રલોભનમાં ફસાયા વગર
બળવાનપણે ધર્મની આરાધના કરી, –અને માત્ર પોતાના જીવનને નહિ અપિતુ
ભારતને અને જૈનશાસનને શોભાવ્યું. દેહદેવળમાં બિરાજમાન ભગવાન આત્મદેવને
વનમાંથી સીતાજીએ મોકલેલો પુરાણ–પ્રસિદ્ધ ધર્મસન્દેશ આજેય ભારતની નારીને માટે
મહાન પ્રેરક છે કે–લોકનિંદાના ભયથી મને તો છોડી, પણ મૂર્ખ લોકો કદાચ ધર્મની પણ
નિંદા કરે તો તે સાંભળીને ધર્મને કદી ન છોડશો. અયોધ્યાના સામ્રાજ્ય કરતાં પણ ધર્મ
મહાન છે. વનજંગલ વચ્ચે પણ ધર્મની કેટલી નીડરતા! ધર્મનું કેટલું ગૌરવ!
છે–કૂવે પડે છે–આપઘાત કરે છે. અરે! કેટલી નિર્બળતા! કેટલું અજ્ઞાન? કેટલી
અસહિષ્ણુતા!! શું ભારતીય નારીને આ શોભે છે? નહીં; ઉચ્ચ સંસ્કાર વડે જીવનની
શોભા છે. બહેનો, આ જીવન વેડફી નાંખવા માટે નથી, ઘણું મોંઘું જીવન, અને તેમાં
સદ્ગુરુની દેશના, એ તો સોના સાથે સુગંધના મેળનો અવસર છે. ભૌતિક સુખ પાછળ
દોડવાનું છોડીને આપણે આધ્યાત્મિકસુખ– કે જે આત્મામાં જ છે–તેને શોધવાનું છે. સુખ
અંતરમાં છે. આપણામાં રહેલો સુખનો ખજાનો જ્ઞાનીઓ બતાવે છે....એનો વિશ્વાસ
કરતાં સુખનો અનુભવ સ્વયમેવ થશે.
પણ અલ્પ દેખાય છે, તો શુદ્ધભાવ અને સમ્યક્ત્વાદિની તો શી વાત? એવા ગુણો વડે
જીવન શોભે છે. માટે બહેનો! મૂર્છા છોડીને તમે જાગૃત થાઓ ને ભાનમાં
આવો.....સારા ભારતમાં જ્ઞાનપ્રકાશ ફેલાવનાર આવા જ્ઞાની–ગુરુ મળ્યા છે; અને
આત્માની સમજણનો અપૂર્વ અવસર આવ્યો છે. વીજળીના આ ઝબકારામાં સમ્યગ્જ્ઞાન
સમજો....(અંતમાં લેખિકા બહેન પ્રમોદ પૂર્વક લખે છે કે–) ધન્ય છે આપણા ભગવતી
માતાઓને......તેમજ ધન્ય છે તે બહેનોને–કે જેઓ સંસારની મમતા તજીને મુક્તિના
માર્ગને અપનાવી રહ્યા છે. ભારતની બહેનો! આપણે પણ એ જ સુંદર માર્ગે
જઈએેેે.........(સૌ. ભાનુમતીબેન પારેખ, રાજકોટ)