: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૩૯ :
છૂટીને નિર્વિકલ્પ અનુભવમાં ભગવાન આત્મા પોતાના સાચા સ્વરૂપે પ્રસિદ્ધ
થાય છે.
૧૨૭. આત્માનો આવો અનુભવ થતાં ધર્મીને પોતાના આત્મામાંથી સાક્ષી આવી જાય
છે કે અમારો આત્મા હવે મોક્ષની નજીક આવ્યો, સંસારસમુદ્રનો કિનારો હવે
અત્યંત નજીક આવી ગયો–આમ પોતાને પોતાની ખબર પડી જાય છે.
૧૨૮. આત્માનું સાચું સ્વરૂપ જ્યાં પોતાના અનુભવમાં આવી ગયું ત્યાં તેનાથી વિરુદ્ધ
કહેનારાને તે કદી માને નહિ; સ્વભાવથી વિપરીત કોઈ પરભાવને જ્ઞાનમાં પકડે
નહીં. એટલે જ્ઞાન સમસ્ત પરભાવથી છૂટું ને છૂટું જ્ઞાનમાત્રરૂપે જ રહે છે. ને
આવું જ્ઞાન થતાં જીવને આસ્રવ થતો નથી, તે અલ્પકાળમાં મુક્ત થાય છે.
૧૨૯. જ્ઞાનને અને રાગદ્વેષમોહને એકપણું તો છે નહીં, વિપરીતપણું છે; એટલે જે
આત્મા જ્ઞાનરૂપે પરિણમ્યો તે રાગદ્વેષમોહરૂપે થતો નથી. –આવા જ્ઞાનને જ
ભેદજ્ઞાન કહે છે; તે ભેદજ્ઞાન ધર્મ છે ને તે જ મોક્ષનું કારણ છે.
૧૩૦. જીવે અત્યારસુધી ભેદજ્ઞાન ન કર્યું ને પોતાને રાગરૂપે જ માન્યો, તે જીવની
પોતાની ભૂલ છે; કોઈ બીજાએ તે ભૂલ કરાવી નથી; અને બીજો તે ભૂલ
મટાડનાર નથી. જીવ પોતે ભેદજ્ઞાનવડે શુદ્ધઆત્માનો અનુભવ કરીને તે ભૂલ
મટાડે છે.
૧૩૧. ભૂલ તે જીવનો અસલી સ્વભાવ નથી એટલે તે મટી શકે છે. અને અનાદિની
ભૂલ ચાલી આવી છતાં જીવનો અસલી જ્ઞાનાનંદ સ્વભાવ મટી ગયો નથી.
જ્યારે જાગીને જુએ ત્યારે આત્માનો એવો ને એવો પરિપૂર્ણસ્વભાવ છે.
૧૩૨. બાપુ! તારું તત્ત્વ તારામાં જ છે, ક્્યાંય ખોવાયું નથી. તેં રાગમાં સર્વસ્વ માન્યું
એટલે તારા સાચા તત્ત્વને તું ભૂલ્યો. હવે રાગ અને જ્ઞાનના લક્ષણની ભિન્નતા
વડે બંનેને ભિન્ન જાણ; તો તારું તત્ત્વ તને સ્વસંવેદન–પ્રત્યક્ષ થશે, રાગથી જુદી
જ્ઞાનઅનુભૂતિ થશે.
૧૩૩. તારું સાચું અસ્તિત્વ કેવું છે? કેવડું છે? અંદર કેટલી તાકાત ને કેટલા ગુણો
ભર્યા છે? તેને લક્ષમાં લે. જ્ઞાનાદિ અનંત સ્વભાવથી પૂરું જે મહાન અસ્તિત્વ
છે તેમાં નિશ્ચલ થતાં જ સમસ્ત પરભાવની પક્કડ છૂટી જશે.....એટલે કે
આસ્રવરૂપ સંસાર છૂટી જશે.....