Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 69

background image
: ૪૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
૧૩૪. ચૈતન્ય–હીરો જેના હાથમાં આવ્યો તે રાગાદિ પરભાવરૂપી કોલસાને કેમ પકડે?
ચૈતન્યના આનંદની મીઠાસ પાસે રાગનો સ્વાદ તો અત્યંત કડવો છે. પોતાના
આનંદસમુદ્રમાં મગ્ન થયેલો આત્મા સમસ્ત વિકલ્પોને તત્ક્ષણ જ વમી નાંખે છે.
આનંદના અનુભવમાં વિકલ્પની આકુળતા રહેતી નથી.
૧૩પ. અહા! મારી આત્મવસ્તુનો આવો સ્વભાવ! આવો ગંભીર મહિમાથી ભરેલો
ચૈતન્યસમુદ્ર હું જ પોતે છું.–આવા નિર્ણયમાં અપૂર્વ તાકાત છે.
૧૩૬. નિજસ્વરૂપને ભૂલીને અનાદિકાળથી જીવ દુઃખ વેદી રહ્યો છે. તે ભૂલ કોની?
જીવની પોતાની; તે કેટલા કાળની? –એક ક્ષણની; તે ભૂલ કોણ મટાડે? જીવ
પોતે તે ભૂલ કેમ મટે? –કે નિજસ્વરૂપની સંભાળ કરતાં ભૂલ મટે. નિજસ્વરૂપ
કેવું છે? –કે રાગાદિક આગંતુક બાહ્યભાવોથી જુદું જે શુદ્ધ ચિદાનંદ તત્ત્વ છે તે
જ નિજસ્વરૂપ છે.
૧૩૭. આ જ્ઞાનીની અનુભૂતિની વાત છે. ચૈતન્યની એવી નિશ્ચલ અનુભૂતિ થઈ કે
વિકલ્પોની પક્કડ છૂટી ગઈ....ને નિઃશંક થઈ ગયા કે હવે આ ચૈતન્યની જ
અનુભૂતિ વડે સમસ્ત પરભાવનો હું ક્ષય કરીશ.
૧૩૮. સ્વસંવેદન–પ્રત્યક્ષપણે ચૈતન્યદીવડો જાગ્યો છે, હવે કોઈપણ પર દ્રવ્ય મને
જરાપણ મારાપણે ભાસતું નથી; સમસ્ત પરદ્રવ્યોથી અત્યંત ભિન્ન એવી મારી
ચૈતન્યવસ્તુમાં જ હું અચલ છું......
૧૩૯. આ પ્રકારે પોતાના આત્માનું વેદન તે જ આસ્રવોનાં દુઃખથી છૂટવાની રીત છે,
અને તે જ મોક્ષને સાધવાનો ઉપાય છે.
–આત્માની આવી અનુભૂતિવડે જ્ઞાનચેતનારૂપ થયેલા ધર્માત્મા આનંદના
અનુભવસહિત મોક્ષને સાધે છે....તેમને નમસ્કાર હો.
* (પ્રવચન–સમુદ્રના ૨૦૧ રત્નોમાંથી પ૭ રત્નોની બીજી રત્નમાળા અહીં પૂરી થઈ.)*
ત્રીજી રત્નમાળા ૬૨ રત્નોની શરૂ
૧૪૦. હે જીવ! તારે તારું હિત કરવું છે ને! –તો જ્ઞાનીઓ તને તારા હિતની રીત
સમજાવે છે. અંદરના અપૂર્વ ભાવથી તું આ વાત લક્ષમાં લે.