: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૫૩ :
એક પૈસો આપીને પણ દાન થઈ શકે છે. રકમની મોટાઈ ઉપરથી દાનના
ભાવનું માપ થતું નથી. મનની મોટાઈ વડે પરિગ્રહનો મમત્વભાવ ઘટે તે
અનુસાર દાન થાય છે. એક માણસ કરોડો રૂા. વાપરે, બીજો માણસ એક જ
રૂા. વાપરે, –છતાં બીજા માણસની દાનભાવના જોરદાર હોય–એમ પણ બની
શકે છે. કોઈ પ્રકારે ધર્મની સેવામાં, સાધર્મીની સેવામાં પોતાનો સમય
આપવો તે પણ દાન છે. (શક્તિના પ્રમાણમાં દાન અપાય છે. મૂડીનો ચોથો,
છઠ્ઠો કે છેવટ દશમો ભાગ દાનમાં વાપરવાનો ઉપદેશ છે.)
૨૦. પ્રશ્ન:– મરવું ન હોય તો શું કરવું?
ઉત્તર:– દેહથી ભિન્ન આત્માને જાણવો. –એટલે તમે જીવપણે સદાય જીવંત રહેશો.
મરશે અને બળશે તે કાંઈ તમે નથી, તમે તો ઉપયોગસ્વરૂપ અવિનાશી
આત્મરામ છો; તમારું મરણ નથી.
૨૧.પ્રશ્ન:– દ્રવ્ય–ગુણ–પર્યાય તેમાં પાંચભાવ કઈ રીતે ઊતરે?
(નેમચંદ જૈન, સાવરકુંડલા)
ઉત્તર:– દ્રવ્ય અને ગુણ પારિણામિકભાવે છે, પર્યાયમાં પાંચે ભાવ લાગુ પડે છે.
૨૨. પ્રશ્ન:– નવ તત્ત્વમાં પાંચ ભાવ સમજાવો.
ઉત્તર:– જીવ તત્ત્વ પારિણામિકભાવરૂપ છે.
અજીવ તત્ત્વમાં કર્મઅપેક્ષાએ ઉદય–ઉપશમ–ક્ષયોપશમ–ક્ષય ને પારિણામિક
એ પાંચે બોલ લાગુ પડે છે.
પુણ્ય–પાપ–આસ્રવ ને બંધ તે ચારેય ઔદયિકભાવરૂપ છે.
સંવર–નિર્જરા તે ઔપશમિક–ક્ષાયોપશમિક તથા ક્ષાયિકભાવરૂપ છે.
મોક્ષ તે ક્ષાયિકભાવરૂપ છે.
૨૩. પ્રશ્ન:– પૂજા કરવાથી શું લાભ? (જયેશ જૈન, વઢવાણ)
ઉત્તર:– જેમની પૂજા કરીએ છીએ તેમના જેવા થવાની ભાવના જાગે. વીતરાગ
દેવની પૂજા કરનાર પોતે પણ વીતરાગ થવાની ભાવના ભાવે છે.
૨૪. પ્રશ્ન:– તીર્થંકર અને ચક્રવર્તીમાં શો ફેર?
ઉત્તર:– તીર્થંકર એ ધર્મના ચક્રવર્તી છે; ને ચક્રવર્તી રાજા તે તો રાજ્યના ચક્રવર્તી