Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >

Download pdf file of magazine: http://samyakdarshan.org/DcVh
Tiny url for this page: http://samyakdarshan.org/GVdFld

PDF/HTML Page 57 of 69

background image
: ૫૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
છે. ચક્રવર્તી પણ તીર્થંકર પાસે તો દાસ છે. તીર્થંકર ભગવાન કેવળજ્ઞાનને
લીધે ત્રણ લોકના રાજા છે. તીર્થંકર તો તે જ ભવે મોક્ષ પામે; અને ચક્રવર્તી
જોકે મોક્ષગામી તો છે જ પણ તે જ ભવે મોક્ષ પામે કે પછી પણ પામે.
ભરતક્ષેત્રમાં એક ચોવીસીમાં તીર્થંકરો ૨૪ થાય ને ચક્રવર્તી ૧૨ થાય.
શાંતિનાથ–કુંથુનાથ–અરનાથ ભગવંતો પહેલાં ચક્રવર્તી હતા, પછી તેઓ છ
ખંડના રાજવૈભવને છોડીને ધર્મના ચક્રવર્તી તીર્થંકર થયા. એક વાત યાદ
રાખજો કે તીર્થંકરપણું અને ચક્રવર્તીપણું એ બંને પદ તો પુણ્યપ્રકૃતિનું ફળ
છે, તે બંને વગર પણ મોક્ષ પામી શકાય છે, કેમકે આત્મગુણ તેનાથી જુદા
છે. સર્વજ્ઞતા તે આત્મગુણ છે.
૨પ. પ્રશ્ન:– દર્શનમોહ અને ચારિત્રમોહની સરળ ભાષામાં વ્યાખ્યા શું? અને તેનો ક્ષય
કેમ થાય? (જયેન્દ્ર જૈન, જામનગર)
ઉત્તર:– પોતાના આત્માનું સાચું સ્વરૂપ જેવું છે તેવું ન સમજતાં, તેમાં ભૂલ કરવી
તેનું નામ દર્શનમોહ; અને પોતાના આત્મસ્વરૂપમાં વીતરાગ ભાવે સ્થિર ન
રહી શકવું તેનું નામ ચારિત્રમોહ.
આત્મસ્વરૂપ જેવું છે તેવું સમજતાં દર્શનમોહ ટળે; અને પછી વીતરાગભાવે
સ્વરૂપમાં સ્થિર રહેતા ચારિત્રમોહ ટળે.
૨૬ પ્રશ્ન:– (નીચેની કડીનો અર્થ સમજાવશો)
અનંત સૌખ્ય નામ દુઃખ, ત્યાં રહી ન મિત્રતા!
અનંત દુઃખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં વિચિત્રતા!!
ઉઘાડ ન્યાયનેત્રને નીહાળ રે નીહાળ તું,
નિવૃત્તિ શીઘ્રમેવ ધારી. તે પ્રવૃત્તિ બાળ તું.
ઉત્તર:– શ્રીમદ્ રાજચંદ્રજીએ આ ચાર લીટીમાં આત્માનો ઘણો સરસ ભાવવાહી
ઉપદેશ આપ્યો છે. તેઓ કહે છે કે અરે જીવ! તારા આત્માનું સ્વરૂપ કે જે
અનંતસુખથી ભરેલું છે અને દુઃખ તો જેમાં નામમાત્ર છે–એટલે કે
કહેવામાત્ર છે, ખરેખર તેમાં દુઃખ નથી, –એવા આત્માની મિત્રતા તને કેમ
ન રહી? એનો પ્રેમ તને કેમ ન આવ્યો? અને બાહ્ય વિષયો–કે જેમાં અનંત
દુઃખ છે ને સુખ તો કહેવામાત્ર જ છે, ખરેખર તેમાં સુખ નથી,
–તે વિષયોમાં તને પ્રેમ આવે છે! –આ કેવી વિચિત્રતા છે? આ તને શોભતું
નથી. –માટે તારા ન્યાયનેત્રને (જ્ઞાન–