: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૫૫ :
ચક્ષુને) ઊઘાડીને નીહાળ રે નીહાળ! વિચાર તો કર કે તારું હિત શેમાં છે?
આત્મામાં સુખ છે કે વિષયોમાં? એમ વિવેકપૂર્વક વિચારીને હે જીવ! હવે તું
આવી મિથ્યા પ્રવૃત્તિથી શીઘ્રમેવ નિવૃત્તિ ધારણ કર. બાહ્ય વિષયપ્રવૃત્તિને
છોડ...ને આત્માનો પ્રેમ કર....શીઘ્ર જ કર.
–આ પ્રમાણે આત્મહિતની સુન્દર પ્રેરણા આપી છે.
૨૭. પ્રશ્ન:– સાચું સુખ કેમ દેખાતું નથી?
ઉત્તર:– જીવ પોતે જ્ઞાનની આંખ ઊઘાડતો નથી માટે! જો પોતાની જ્ઞાનઆંખ ઉઘાડે
તો પોતામાં જ સુખનો મોટો દરિયો દેખાય.
૨૮. પ્રશ્ન:– મોક્ષનો માર્ગ શું છે? (જસ્મીન જૈન, વઢવાણ)
ઉત્તર:–
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે મોક્ષમાર્ગ છે, તે વીતરાગ છે, તેમાં રાગ નથી.
૨૯. પ્રશ્ન:– આતમદેવ કેવો હશે?
ઉત્તર:–
અસ્સલ મજાનો....ખાસ જોવા જેવો! જ્ઞાન ને આનંદથી ભરેલો.
૩૦. પ્રશ્ન:– માનસ્તંભ શું છે?
ઉત્તર:–
જૈનધર્મની દીવાદાંડી! દૂરથી એને જોતાં ધર્મના માર્ગે જવાની પ્રેરણા જાગે છે.
૩૧. પ્રશ્ન:– સાચું જ્ઞાન કોને કહેવાય? (કમલેશ જૈન, વઢવાણ)
ઉત્તર:– આત્માને જાણે તે જ સાચું જ્ઞાન. (ભેદજ્ઞાન તે જ્ઞાન છે. બાકી બુરો
અજ્ઞાન)
૩૨. પ્રશ્ન:– સુખ શેમાં છે?
ઉત્તર:– ભગવાનમાં ને આપણામાં બધાયમાં સુખ છે; માત્ર જડમાં સુખ નથી.
બધાય આત્મા સુખના જ ભંડાર છે; જે ઓળખે તે સુખી થાય.
૩૩. પ્રશ્ન:– અનેકાન્તવાદી એટલે શું?
ઉત્તર:– આત્મામાં અનેક ધર્મો એક સાથે છે, નિત્યપણું–અનિત્યપણું વગેરે એકસાથે
જ છે; આવા અનેક ધર્મસ્વરૂપ આત્માને જે ઓળખે તે અનેકાંતવાદી છે.