: ૫૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
અભ્યાસમાં, અને તેને લગતા સાહિત્યમાં રસ લેશો તો જરૂર ગમશે. પુરાણ–
પુરુષોનું જીવનચરિત્ર તમને ઘણો ઉલ્લાસ આપશે. (ને એવા પુસ્તકો તો
તમારા સુરતમાં જ મળે છે– ‘જૈનમિત્ર’ માંથી તો આજથી જ મૂરત કરી દો.)
૪પ. પ્રશ્ન:– સમ્યગ્દર્શન થયા પછી દેવ કે મનુષ્યનું જ આયુ બંધાય–તે બરાબર, પણ
સમ્યગ્દર્શન વગરનો કોઈ મનુષ્ય મરીને પાછો મનુષ્યભવમાં જ અવતરે–
એમ બને? (સ. નં. ૪૩૬)
ઉત્તર:– હા, એમ બની શકે છે. સમ્યગ્દ્રષ્ટિ મનુષ્ય મરીને વિદેહક્ષેત્ર વગેરે કર્મ
ભૂમિમાં કદી ન અવતરે, પણ મિથ્યાદ્રષ્ટિ મનુષ્ય મરીને વિદેહક્ષેત્ર વગેરે
કર્મભૂમિમાં પણ અવતરે છે.
૪૬. પ્રશ્ન:– અનંતા જીવો છે તેમાંથી છ મહિના આઠ સમયે ૬૦૮ જીવો મોક્ષ જાય છે;
એવો મોક્ષનો પ્રવાહ સદાય ચાલ્યા જ કરે છે; તો અમુક કાળે બધાય જીવો
મોક્ષ પામી જાય ને સંસારમાં જીવો ખલાસ થઈ જાય–એમ નહીં બને?
ઉત્તર:– ના; જીવોની સંખ્યા એટલી અનંત છે કે તે કદી નહીં ખૂટે. મોક્ષ કરતાં
સંસારી જીવો સદાય અનંતાગુણ જ રહેશે. જેમ બધોય ભવિષ્યકાળ કદી
ભૂતકાળરૂપ નહીં થઈ જાય. તેમ બધાય જીવો કદી મુક્ત નહિ થઈ જાય.
ભૂત અને ભવિષ્યકાળ સદાય રહેવાના છે તેમ મુક્ત અને સંસારી જીવ પણ
સદાય રહેવાના છે. જીવની અને કાળની અનંતતા એ એવા અતીન્દ્રિય
જ્ઞાનનો વિષય છે કે તેમાં ઈન્દ્રિયજન્ય ગણિત કામ ન આવે.
૪૭. પ્રશ્ન:– આપણે નમસ્કારમંત્રમાં જે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરીએ છીએ તેઓ હાલ
ક્્યાં છે? (હરીશ જૈન. જામનગર)
ઉત્તર:– સીમંધરાદિ આઠલાખ જેટલા અરિહંત ભગવંતો આ મનુષ્યલોકમાં
વિદેહક્ષેત્રમાં અત્યારે વિચરે છે. સિદ્ધભગવંતો લોકના છેડે અનંતા બિરાજે
છે. (આપણા માથાની બરાબર ઉપર પણ લોકાગ્રે અનંત સિદ્ધભગવંતો
બિરાજે છે.) આચાર્ય–ઉપાધ્યાય અને સાધુ અઢી દ્વીપમાં (ભરત–ઐરાવત
અને વિદેહક્ષેત્રમાં) વિચરે છે; ભરતક્ષેત્રમાં અત્યારે તેમની અત્યંત વિરલતા
છે. પરંતુ અઢીદ્વીપમાં તો આઠ કરોડ નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો ને
સત્તાણું (૮, ૯૯૯૯૯૯૭) સાધુ ભગવંતો વિચરે છે. –તે સૌને આપણા
નમસ્કાર હો.
૪૮. પ્રશ્ન:– ચંચળ મનને મનાવવું કેવી રીતે? (જોરાવરનગર સ. નં. ૧૬૯૪ થી
૧૬૯૮)