: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૫૯ :
ઉત્તર:– મન તો એવું છે કે મનાવ્યું કોઈ રીતે માને તેમ નથી; એક જ ઉપાય છે કે
આત્માથી એને જુદું પાડી દો... મનથી પણ હું જુદો છું–એમ આત્માને લક્ષમાં
લ્યો, એટલે મનની ચંચળતા મટી જશે.
૪૯. પ્રશ્ન:– અઢીદ્વીપ પછી માનુષોત્તર પર્વત છે ત્યાંથી આગળ કોઈ મનુષ્ય કેમ નહીં
જઈ શકતા હોય? (રંજનબેન, વઢવાણ)
ઉત્તર:– સંસારની ચારે ગતિમાં કોઈ ને કોઈ પ્રકારે પરાધીનતા છે, માટે હે જીવ! તું
ચારે ગતિના બંધનને છેદીને સિદ્ધપદને સાધ. મનુષ્ય ભલે માનુષોત્તરની બહાર
ન જઈ શકે પણ મોક્ષને સાધી શકે છે. (અઢી દ્વીપ બહાર વિગ્રહ ગતિનાં
મનુષ્યો કે સમુદ્ઘાતવાળા મનુષ્ય હોય છે તે હકીકત શાસ્ત્રોથી જાણી લેવી.)
પ૦. પ્રશ્ન:– સિદ્ધ ભગવાન અલોકમાં કેમ નથી જતા?
ઉત્તર:– એમને અલોકમાં જવાનું કાંઈ પ્રયોજન નથી. પ્રયોજન વગરની પ્રવૃત્તિ
સિદ્ધભગવાનને કેમ હોય? લોકાગ્રે તેઓ સંપૂર્ણ સુખી છે અને સદાકાળ ત્યાં
જ સ્થિર રહેવાનો તેમનો સ્વભાવ છે.
વળી સિદ્ધભગવાન જો અલોકમાં જાય તો અલોકનો જ નાશ થઈ જાય; તેનું
અલોકપણું ન રહે.
પ૧. પ્રશ્નકાર રાજનભાઈ મુંબઈથી લખે છે કે જૈનેતર સંપ્રદાયમાં જન્મ હોવા
છતાં જૈનધર્મ પ્રત્યે મને ખૂબ જ આદરભાવ–પ્રેમ છે; કેમકે આત્મધર્મમાં
આવતી ગુરુદેવશ્રીની વાણીદ્વારા સમ્યક્ સમજ મળતી રહે છે.
પ્રશ્ન:– જગત અને જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
ઉત્તર:– જીવ અને અજીવ અનંત દ્રવ્યોના સમૂહરૂપ આ જગતનું સત્પણું સદાય છે;
તેઓ તદ્ન નવા કદી ઉત્પન્ન થયા નથી, તેમજ સર્વથા નાશ પણ કદી નહિ
થાય, સત્પણું કાયમ રાખીને તેઓ નવાનવા ભાવરૂપે ઉત્પાદ–વ્યય કર્યા કરે છે.
પ૨. સર્વજ્ઞસ્વભાવી આત્મા ઉપર કર્મની અસર કેવી રીતે થઈ?
ઉત્તર:– પોતે પોતાના સર્વજ્ઞસ્વભાવનું અવલંબન ન લીધું, ને તેને ભૂલીને પરના
અવલંબનથી રાગ–દ્વેષ–મોહરૂપ થયો......તેથી તેને કર્મ સાથે સંબંધ થયો. પણ
કર્મોએ તેના ઉપર કાંઈ અસર કરી નથી. જો પોતે સર્વજ્ઞસ્વભાવની સન્મુખ
થઈને પરિણમે તો રાગાદિ ભાવકર્મ પણ ન રહે ને જડકર્મનો સંબંધ પણ ન રહે.