: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૬૧ :
પ૯ પ્રશ્ન:– ગુરુ એટલે કોણ?
ઉત્તર:– ગુણમાં જે મોટા હોય તેને ગુરુ કહેવાય છે. રત્નત્રયગુણ તે ધર્મ છે, ને તેમાં
જે મોટા હોય તે ધર્મગુરુ છે. સમ્યગ્જ્ઞાનનો બોધ આપનારા જ્ઞાની–ધર્માત્મા
તે પણ જ્ઞાનગુરુ છે.
૬૦. પ્રશ્ન:– જેનધર્મને આબાદ કરવા શું કરવું?
ઉત્તર:– કહે હરિ જેનધર્મને કરવા આબાદાન,
સરસ રીત તો એજ છે દ્યો બચ્ચાંને જ્ઞાન.
(–બાકીનાં પ્રશ્નોત્તર આવતા અંકે)
* * * * *
હે જીવ! આત્મહિતના અવસરમાં તું સાવધાન થા
*
જિજ્ઞાસુ જીવોના કલ્યાણ માટે ભગવાને વીતરાગ વિજ્ઞાનનો ઉપદેશ આપ્યો
છે; તેમાં દુઃખના કારણરૂપ મિથ્યાત્વાદિનું સ્વરૂપ ઓળખાવીને તેનો નિષેધ કર્યો છે;
એટલે મિથ્યાત્વના પ્રકારોને ઓળખીને પોતામાં કોઈ એવો દોષ હોય તો તે દૂર
કરી, સમ્યક્ શ્રદ્ધા પ્રગટ કરવી; પણ કોઈ અન્યના એવા દોષો જોઈ કષાય ન કરવો;
કારણ કે પોતાનું ભલુ–બૂરું તો પોતાના પરિણામોથી જ થાય છે. પોતાના હિત
માટે, સર્વ પ્રકારના મિથ્યાભાવ છોડીને સમ્યગ્દ્રષ્ટિ થવું યોગ્ય છે. મિથ્યાત્વ તે
સંસારનું મૂળ કારણ છે; રાગ–દ્વેષ શુભાશુભ પરિણામ તે પણ દુઃખ છે, તે પણ
સંસારનું કારણ છે, આવા મિથ્યાત્વ અને રાગ–દ્વેષને દુઃખરૂપ જાણીને, હે જીવો! હવે
તો તેનું સેવન છોડો; ને આત્માનાં શ્રદ્ધા–જ્ઞાન કરીને તેમાં લીનતાનો ઉદ્યમ કરો.
હૈ ચૈતન્ય–દોલતવાળા દૌલતરામ! હૈ આતમરામ! તું તારા
અનંતગુણનિધાનની દોલતને સંભાળ. આ સોના–ચાંદીની દોલત જડ, એ તો
તારાથી જુદી છે; તારો આત્મા કેવળજ્ઞાનાદિ અનંતગુણ દોલતથી ભરપૂર છે; તેને
ઓળખીને તારા નિજનિધાનને સંભાળ. ભાઈ, તારામાં તો કેવળજ્ઞાન ને સિદ્ધપદ
પ્રગટવાની તાકાત છે, પણ પોતાને ભૂલીને તું ભવમાં ભટક્્યો. માટે હવે તો બીજી
બધી પંચાત છોડીને, જગતની જંજાળ છોડીને તું આત્મહિતના ઉદ્યમમાં
લાગ......રત્નત્રયરૂપ મોક્ષમાર્ગને પ્રગટ કર.