Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 65 of 69

background image
: ૬૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
અહા, વીતરાગી સન્તો કરુણા પૂર્વક કહે છે કે હે ભાઈ! अब आतमके हितपंथ
लाग’ બાપુ, તારો ઘણો કાળ દુઃખમાં ચાલ્યો ગયો, હવે તો સાવધાન થઈને આત્માનું
હિત કર. હિત કરવાનો આ અવસર છે. આ ઉત્તમ અવસરને ચુકીશ ના. રાગ દુઃખદાયક
હોવા છતાં તેને સુખદાયક માનીને સેવ્યો, ને સમ્યગ્દર્શનપૂર્વકનો વીતરાગી ચારિત્રધર્મ
આનંદદાયક હોવા છતાં તેને દુઃખદાયક માન્યો–એ પ્રમાણે બંધ–મોક્ષના કારણોમાં ભૂલ
કરી એટલે તત્ત્વશ્રદ્ધામાં વિપરીતતા થઈ. એ તત્ત્વની ભૂલરૂપ મિથ્યાત્વ છોડીને, યથાર્થ
તત્ત્વ ઓળખીને સમ્યગ્દર્શન પ્રગટ કરીને અંતરમાં મોક્ષમાર્ગ પ્રગટ કરવો; તે માટે હે
આત્મા! તું સાવધાન થા.
સાચા જૈન વીતરાગમાર્ગ સિવાય બીજા માર્ગને માનવો તે તો ગૃહીતમિથ્યાત્વ
છે. –તેમાં ઊંધાઈ છે; ને જૈનમાર્ગમાં આવીને પણ જો પોતે અંતરમાં સર્વજ્ઞદેવે કહેલા
નવતત્ત્વોનો નિર્ણય કરીને આત્માનો અનુભવ ન કરે તો અનાદિનું મિથ્યાત્વ ટળતું
નથી. તેથી જ્ઞાનીઓએ સાત તત્ત્વોની શ્રદ્ધામાં જીવની ભૂલ શું છે તે બતાવીને તે
છોડવાનો ઉપદેશ દીધો છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર આનંદદાયક છે ને મિથ્યાદર્શન–
જ્ઞાન–ચારિત્ર મહાદુઃખદાયક છે; માટે એ બંનેને બરાબર ઓળખીને સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રને ગ્રહણ કરો, ને મિથ્યાદર્શન–જ્ઞાન–ચારિત્રને છોડો.
જ્ઞાનીઓ કરુણાથી ઉપદેશ કરે છે કે હે ભાઈ! હે ભવ્ય! અહીં સંસારમાં જે દુઃખો
બતાવ્યાં, તથા તેના કારણરૂપ મિથ્યાત્વાદિ ભાવો બતાવ્યાં, તેનો અનુભવ તને થાય છે
કે નહીં? ધર્મના નામે તું જે ઉપાયો અત્યાર સુધી કરતો હતો તેનું જૂઠાપણું દર્શાવ્યું તે
તેમજ છે કે નહિ? તથા સમ્યગ્દર્શનાદિ વડે સિદ્ધઅવસ્થામાં પ્રાપ્ત થતાં પરમ સુખ થાય–
એ વાત બરાબર છે કે નહીં? –આ બધું તું વિચારી જો. અને જો ઉપર કહ્યા પ્રમાણે જ
તને પ્રતીતિ આવતી હોય તો સંસારથી છૂટીને સિદ્ધપદ પામવાના અમે જે ઉપાય કહીએ
છીએ તે કર! વિલંબ ન કર. એ ઉપાય કરવાથી તારું કલ્યાણ જ થશે.
મિથ્યાત્વાદિ સેવતાં થયું જીવને દુઃખ; તે છોડી સમ્યક્ ભજો થાયે સાચું સુખ.
એવું સમ્યક્ સેવીએ જગતમાં જે સાર, વીતરાગવિજ્ઞાનથી થઈએ ભવથી પાર.