Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 66 of 69

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૬૩ :
પોરબંદરમાં મંગલ જન્મોત્સવ
(વૈશાખ સુદ બીજનો આંખે દેખ્યો અહેવાલ)

આજે છે વૈશાખ સુદ બીજ.....આકાશમાંથી જાણે આનંદ વરસી રહ્યો છે, દરિયો
ઉલ્લસી–ઉલ્લસીને જાણે અભિષેક કરવા ઉમગી રહ્યો છે, હજારો ભક્તજનો–કોઈ
આકાશમાર્ગે તો કોઈ જમીન માર્ગે ઉત્સવ ઉજવવા આવી રહ્યા છે....એ ઉત્સવ છે
જગમંગલકારી કહાન ગુરુરાજની મંગલ જન્મજયંતિનો. પોરબંદર ભાગ્યવાન બન્યું છે.
આ ૮૨ મી જન્મજયંતિનો ઉત્સવ ઉજવવા.
જાણે આખી અયોધ્યા નગરી શણગારાતી હોય એમ સર્વત્ર શણગારથી શ્રીમંડપ
શોભી રહ્યો છે; મંડપમાં પારસપ્રભુ બિરાજી રહ્યા છે, ચારે કોર આનંદ–મંગલનાં ગીત
ગૂંજી રહ્યા છે. ૮૨ કમાનોથી સુસજ્જિત રસ્તો રાહ જોઈ રહ્યો છે મુક્તિપુરીના
પથિકની......
મંગલ વાજિંત્રના નાદે ગુરુદેવના આગમનની વધાઈ આપી, જયજયકારથી
મંડપ ગૂંજી ઊઠ્યો.... ગુરુદેવે શ્રીમંડપમાં પધારીને પ્રથમ ભગવાન શ્રી પારસનાથ
જિનેન્દ્રદેવના ભક્તિથી દર્શન કરીને અર્ઘવડે પૂજન કર્યું.
૮૨ દરવાજામાંથી પસાર થઈને ગુરુદેવ મંડપમાં બિરાજ્યા, ને જન્મવધાઈ શરૂ
થઈ....એક–બે પાંચ–પચાસ નહિ પરંતુ એક સાથે હજાર–હજાર હાથ ઊંચા થઈને
ગુરુદેવને વધાવવા ઉત્સુક હતા....સૌએ ઉત્તમ ભાવપૂર્વક, ઉત્તમ ભાવના પૂર્વક,
ધર્મપ્રાપ્તિ માટે ગુરુદેવના મંગલ આશીષ લેતાંલેતા, ને ‘ચિરંજીવો’ ના મંગલ આશીષ
દેતાદેતાં, શ્રીફળ ધરીને ગુરુદેવને અભિનંદ કર્યા.....હૈયાના ઉમળકાથી નૃત્ય–ગાન–
જયજયકારવડે સૌએ આનંદ વ્યક્ત કર્યો. ઉપરથી જાણે અમૃત ઝરતું હતું...ધીરગંભીર
ગુરુદેવની પ્રસન્ન–પ્રશાંત મુદ્રાનું દર્શન કરીને હૃદય તૃપ્ત–તૃપ્ત થતું હતું; અહા, મુક્તિનો
માર્ગ બતાવનારા આવા ગુરુ અમને મળ્‌યા....એમના મંગલ અવતારની સાથે અમારા
મોક્ષનો પણ અવતાર થયો. આવી આત્મિક ઉર્મિપૂર્વક જન્મોત્સવ ઉજવાયો.
જન્મોત્સવ–પ્રસંગે બહારથી હજાર ઉપરાંત ભક્તજનો ઉત્સવમાં ભાગ લેવા
આવ્યા હતા....પોરબંદરની જનતાએ પણ હજારોની સંખ્યામાં લાભ લીધો હતો.
પોરબંદરમાં જન્મોત્સવ ઉજવવાનું મહાભાગ્ય મળતાં પોરબંદરના મુમુક્ષુઓને, તેમજ
શેઠશ્રી ભુરાલાલ–