Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 67 of 69

background image
: ૬૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
ભાઈના સુપુત્રો અને પરિવારને ઘણો ઉલ્લાસ થયો હતો. જન્મોત્સવના આગલે દિવસે
શ્રી જિનેન્દ્રદેવની ભવ્ય રથયાત્રા શહેરમાં ફરી હતી; રાત્રે ઘાટકોપરની ભજનમંડળીએ
નાટકદ્વારા કુંદકુંદાચાર્યદેવનો મહિમા તથા જીવનપરિચય રજુ કર્યો હતો. જન્મજયંતિ
પ્રસંગે દેશભરમાંથી દોઢસો ઉપરાંત ભક્તિભર્યા શુભેચ્છા સન્દેશ આવ્યા હતા.
આજે રૂપાળીબા–બાગના શાંત મધુર વાતાવરણની વચ્ચે મંડપની શોભા અનેરી
હતી, અને એ મંડપ વચ્ચે બિરાજમાન ગુરુદેવનો મહિમા અદ્ભુત હતો. ચારે બાજુ
ઝુલી રહેતા ઉત્તમ ફળો, ને શ્રીફળનો ઢગલો–મોક્ષફળ પાકવાની આગાહી કરતા હતા.
મોક્ષનો સંદેશ આપતા વૈશાખ સુદ બીજના મંગલ–પ્રવચનમાં સૌથી પહેલાંં આત્માના
અતીન્દ્રિય આનંદને યાદ કરીને ગુરુદેવે કહ્યું કે ભગવાન આત્માનો સ્વભાવ અતીન્દ્રિય
આનંદથી ભરપૂર છે. તેનું ભાન કરતાં પર્યાયમાં તે આનંદનો અનુભવ થાય તે મંગળ
છે. તે મુક્તિનું કારણ છે.
–હજારો શ્રોતાજનોએ શાંતિચિત્તે મુક્તિમાર્ગ સન્દેશ સાંભળ્‌યો...પ્રવચન બાદ
સમસ્ત સમાજ તરફથી ગુરુદેવના મહાન ઉપકારને પ્રસિદ્ધ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં
આવી હતી, અને સમ્યગ્દર્શન (પુસ્તક ચોથું) પૂ. ગુરુદેવને સમર્પણ કરવામાં આવ્યું
હતું, તથા સેંકડો ભક્તજનોએ આજની ૮૨મી જન્મજયંતિની ખુશાલીમાં ૮૨ રૂા. ની
રકમો નોંધાવી હતી–જેમાં રૂા. સત્તાવીશ હજાર ઉપરાંત રકમો થઈ હતી. (આ રકમ
સોનગઢ–જ્ઞાનખાતામાં વપરાય છે.
બપોરે પ્રવચન પછી સુંદર–ભજન–ભક્તિ થયા હતા; રાત્રે પણ ભક્તિ–ભજનનો
આનંદમય કાર્યક્રમ હતો. આ રીતે આખોય દિવસ આનંદમય વાતાવરણ વચ્ચે
પોરબંદરમાં પૂ. ગુરુદેવનો ૮૨ મો મંગલ–જન્મોત્સવ ઉજવાયો હતો. ધન્ય બની
પોરબંદરની ધરતી....ને ધન્ય બન્યા સૌ ભક્તો. જયવંત વર્તો જગમંગલકારી ગુરુદેવ.
વૈરાગ્ય સમાચાર:– મોટા આંકડિયાવાળા શ્રી હેમકુંવરબેન પરમાણંદ ઠોસાણી વૈશાખ
સુદ ૩ તા. ૨૭–૪–૭૧ રોજ ભિલાઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેમને દેવ–ગુરુ–ધર્મ
પ્રત્યે અત્યંત બહુમાન હતું. તેઓ અવારનવાર સોનગઢ આવી લાભ લેતા હતા. કેન્સર
હોવા છતાં થોડા દિવસ પહેલાંં જ તેઓ પૂ. ગુરુદેવના દર્શન માટે સોનગઢ આવેલા અને
પૂ. ગુરુદેવે તેમને માંગલિક સંભળાવી આત્માનું લક્ષ રાખવા સંબંધી બે શબ્દ
કહેલા....જેથી તેઓ રોગને ભૂલી એકદમ ઉલ્લાસમાં આવી ગયા અને કહ્યું–કે શરીર
છૂટી જાય એની જરાય ચિંતા નથી. પણ અહીં સોનગઢમાં આપના ચરણોમાં આ દેહ
છૂટે એવી ભાવના છે.
દેવ–ગુરુ–ધર્મનાં શરણે તેઓ આત્મહિત સાધે એ જ ભાવના.