Atmadharma magazine - Ank 332
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 56

background image
: જેઠ : ૨૪૯૭ આત્મધર્મ : ૨૭ :
બયાના શહેર (રાજસ્થાન) માં સવા પાંચસો વર્ષ પ્રાચીન વર્ષ પ્રાચીન એક પ્રતિમાજી
છે, તેના દર્શન ચાર વર્ષ પહેલાંં (સં. ૨૦૨૩ માં) કર્યાં હતા; તેમને
‘विदेहक्षेत्रके
धर्मकर्ता जीवन्तस्वामी श्री सीमधरस्वामी’ કહ્યા છે. એવા સાક્ષાત્ વિદ્યમાન તીર્થંકર
સીમંધર પરમાત્માના દર્શન શ્રી કુંદકુંદાચાર્યે વિદેહમાં જઈને કર્યાં હતા; સદેહે વિદેહમાં
જઈને પરમાત્માનો ભેટો કરનારા એવા મહાન આચાર્યદેવે આ સમયસારની રચના
કરી છે.
તેમાં છઠ્ઠી ગાથામાં કહે છે કે આત્મા છે તે એક જ્ઞાયકભાવ છે; તે જ્ઞાયક
સ્વભાવની દ્રષ્ટિથી જોતાં આત્મા કદી શુભ–અશુભ વિભાવો રૂપેપરિણમતો નથી.
પ્રમત્તપણું કે અપ્રમત્તપણું, અથવા સંસારીપણું કે સિદ્ધપણું, એવા ભેદોના લક્ષે આત્માનું
શુદ્ધ સ્વરૂપ પકડાતું નથી; માટે કહે છે કે પ્રમત્ત કે અપ્રમત્ત તે આત્મા નથી, એક
જ્ઞાયકભાવ તે આત્મા છે. આવા જ્ઞાયકસ્વભાવપણે જે પોતે પોતાને અનુભવે તે
આત્માને ‘શુદ્ધ’ કહીએ છીએ. શુદ્ધતત્ત્વ જ બધા તત્ત્વોમાં સર્વોપરી શ્રેષ્ઠ સારરૂપ છે,
અને તે શુદ્ધતત્ત્વ ધર્મીનાં અંતરમાં ધ્યેયપણે જયવંત વર્તે છે.
‘जयति समयसारः सर्व
तत्त्वैक सारः, सुखजलनिधि पूरः कलेशवाराशि पाराः।’ જુઓ, જય–પુરના મંગલમાં
આત્માના જયની અને સુખના પૂરની વાત આવી; સર્વે તત્ત્વોમાં ઉત્તમ એવો એક શુદ્ધ
આત્મા તેનો
जय છે, અને તે સુખજલનું पूर છે. જ્ઞાયકભાવ કહેતાં પરમસ્વભાવ
દ્રષ્ટિમાં આવે છે, ઉદયાદિ ચાર ભાવોના ભેદ તેમાં આવતા નથી. અંતર્મુખ થઈને આવા
આત્માની ઉપાસના જેણે કરી તેણે શુદ્ધઆત્માની સેવા કરી કહેવાય છે. અનુભવમાં
આવ્યા વિના ‘આ શુદ્ધ છે’ એમ કહેશે કોણ? અનુભવ થયો ત્યારે ખબર પડી કે ‘હું
આવો શુદ્ધ છું.’ અતીન્દ્રિ આનંદના અનુભવમાં ‘શુદ્ધ’ નો નમૂનો આવ્યો ત્યારે ‘આત્મા
આવો શુદ્ધ છું’ એમ જાણ્યું અને તેને જ શુદ્ધઆત્મા કહ્યો. જે શુભ–અશુભના વેદનમાં જ
ઊભો છે તેને તો શુદ્ધઆત્માની ખબર નથી. શુદ્ધઆત્માના અનુભવ વડે જેણે મોહ–
વિકારને જીતી લીધા: (–નષ્ટ કર્યાં–) તે જૈન છે. –
जिन सो ही है आतमा, अन्य होइ सो कर्म;
ये ही वचनसे समझले जिनप्रवचनका मर्म।
સર્વજ્ઞ પરમાત્માને જે અનંત આનંદ પ્રગટ્યો તે ક્્યાંથી પ્રગટ્યો? આત્મા