Atmadharma magazine - Ank 332
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 56

background image
: ૨૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
જ અનંત આનંદની ખાણ છે. આવા આત્માને જેણે દેખ્યો – અનુભવ્યો – પરથી ભિન્ન
પણે ઉપાસ્યો, તેને જ હક્ક્ છે કે ‘આત્મા શુદ્ધ છે’ – એમ કહે છે. પોતે જાણ્યા વગર
‘શુદ્ધ છે’ એ વાત લાવ્યો ક્્યાંથી? માટે જેણે ચારગતિના દુઃખથી છૂટવું હોય ને
આત્માના આનંદનો અનુભવ કરવો હોય તેણે પરભાવોથી ભિન્ન પોતાના સચ્ચિદાનંદ
શુદ્ધાત્માને જાણવો.
આચાર્યદેવ કહે છે કે અમે આ શુદ્ધાત્માનું સ્વરૂપ અદ્ધરથી નથી કહેતા, પણ
આત્માના આનંદને પ્રચૂરપણે અનુભવનારા શ્રી ગુરુઓએ અમને જે શુદ્ધાત્માનો ઉપદેશ
આપ્યો તેના પ્રસાદથી, અને અમારા આત્માના સ્વાનુભવથી અમને જે નિજ વૈભવ
પ્રગટયો છે તે નિજવૈભવના બળથી હું આ સમયસારમાં શુદ્ધાત્માનું સ્વરૂપ કહીશ. અને
તમે શ્રોતાજનો પણ તમારા આત્માના સ્વાનુભવથી તે પ્રમાણે કરજો.
કેવો છે શુદ્ધઆત્મા? જ્ઞાયકભાવ છે, તે પરભાવોથી રહિત છે અને કર્મોની
ઉપાધિ વગરનો છે. છતાં અજ્ઞાનીઓને તે પરભાવથી સહિત દેખાય છે; અજ્ઞાનીઓનો
તે પ્રતિભાસ ખરેખર ભવનું બીજ છે. રાગથી ભિન્ન શુદ્ધજ્ઞાયકભાવપણે પોતાને
અનુભવવો તે મોક્ષનું બીજ છે; ને રાગપણે જ પોતાનો અનુભવ તે સંસારનું બીજ છે.
એ વાત પુરુષાર્થસિદ્ધિઉપાયની ૧૪મી ગાથામાં અમૃતચંદ્રાચાર્યદેવે કરી છે. એનાં મૂળિયાં
તે આ સમયસારમાં ભર્યા છે.
સમયસારમાં આત્માનો અદ્ભુત વૈભવ વર્ણવ્યો છે. તેમાં એમ કહે છે કે આત્મા
પોતે પોતાને સ્વસંવેદનગમ્ય થાય એવી સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. આત્માને પોતાને
જાણવા માટે કોઈ બીજા દીવાની જરૂર પડે એવો તે નથી, તે પોતે સ્વયં પ્રકાશમાન છે,
એટલે પોતાના જ જ્ઞાનપ્રકાશવડે પોતે પોતાને પ્રત્યક્ષ પ્રકાશે છે – જાણે છે. મતિ–શ્રુત
જ્ઞાનમાં પણ આત્માનું સીધું વેદન કરવાની તાકાત છે.
સાંભળવાનો પણ પ્રેમ ન આવે તો તેને શું લાભ? ભાઈ, આવો માર્ગ પામીને પોતાના
આત્માના મહિમાને લક્ષમાં લેતાં તારા ભવનો અંત આવી જશે.
* * *