Atmadharma magazine - Ank 332
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 56

background image
: ૩૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૭
પ્રશ્ન: – મતિ – શ્રુતજ્ઞાન પણ આત્માને પ્રત્યક્ષ કરી શકે?
ઉત્તર: હા; સ્વસંવેદનવડે મતિ–શ્રુતજ્ઞાન પણ આત્માને સ્વાનુભવ–પ્રત્યક્ષ કરી
લ્યે છે; અને ત્યારે જ સમ્યગ્દર્શન તથા ધર્મની શરૂઆત થાય છે. અતીન્દ્રિય આનંદના
વેદન સહિત આવું સ્વસંવેદન – પ્રત્યક્ષ ચોથા ગુણસ્થાને થાય છે.
અહીં અમૃતચંદ્ર મુનિરાજ પોતાની પૂર્વે એક હજાર વર્ષ પહેલાંં થયેલા
કુંદકુંદાચાર્યદેવની દશાને ઓળખીને તેનું વર્ણન કરતાં કહે છે કે અહા, આ શાસ્ત્રકાર
આચાર્ય ભગવાનને સંસાર–સમુદ્રનો કિનારો એકદમ નજીક આવી ગયો છે, ને
સિદ્ધદ્વીપમાં પહોંચવાની તૈયારી છે. જ્યારે અમૃતચંદ્રાચાર્ય આ ટીકા રચે છે ત્યારે કુંદકુંદ
સ્વામીનો જીવ સ્વર્ગમાં ચોથા ગુણસ્થાને બિરાજે છે; પણ હજાર વર્ષ પહેલાંં જ્યારે
પ્રવચનસાર – શાસ્ત્ર રચ્યું ત્યારે તેમની કેવી દશા હતી! તે તેમણે અનુમાનવડે ઓળખી
લીધી છે: અહો! આત્માના જ્ઞાનની અપાર તાકાત છે, તે પોતાને પ્રત્યક્ષ કરીને બીજાને
પણ નિઃશંક જાણી શકે છે એકલી બહારની દિગંબર દશા તે કાંઈ મુનિપણું નથી, મુનિના
આત્માની અંતરની દશા કેવી અલૌકિક હોય છે તે ઓળખી શકાય છે; અને એવી
ઓળખાણ કરીને અહીં અમૃતચંદ્રાચાર્ય તેનું વર્ણન કરે છે. જુઓ તો ખરા, તેમને કેટલું
બહુમાન છે! પોતે પણ મુનિ છે, તે બીજા મુનિરાજની ઓળખાણ પૂર્વક કહે છે કે અહો!
કુંદકુંદસ્વામી પરમદેવ તો સંસારના કિનારે પહોંચી ગયેલા છે, ને મોક્ષદ્વીપમાં
પહોંચવાની તૈયારી છે; તેમને સાતિશય વિવેકજ્યોતિ પ્રગટી છે. અનેકાંતરૂપ વીતરાગી
વિદ્યામાં તેઓ પારંગત છે; સમસ્ત પક્ષનો પરિગ્રહ છોડીને તેઓ મધ્યસ્થ છે; પોતે
પંચપરમેષ્ઠીની પંક્તિમાં બેસીને મોક્ષ લક્ષ્મીને જ ઉપાદેય કરી છે, વચ્ચે શુભરાગ આવી
પડે તેને કષાયકણ સમજીને હેય કર્યો છે; આ રીતે સ્વયં મોક્ષમાર્ગરૂપે પરિણમ્યા છે,
તેઓ સાક્ષાત્ શુદ્ધોપયોગરૂપ થવાની પ્રતિજ્ઞા કરતા થકા પંચપરમેષ્ઠી ભગવંતોને
નમસ્કાર કરે છે. – (પ્રવચનસાર ગાથા ૧ થી પ)
આચાર્યદેવ મંગલાચરણમાં શ્રી મહાવીર ભગવાન સહિત પંચપરમેષ્ઠી
ભગવંતોને નમસ્કાર કરે છે: અહો, પ્રવર્તમાન તીર્થના નાયક શ્રી વર્ધમાન સ્વામીને
નમસ્કાર કરું છું. નિશ્ચયથી તેઓ પોતામાં જે વીતરાગ શુદ્ધોપયોગદશા પ્રગટી તેના કર્તા
છે; અને અમારામાં જે ધર્મદશા પ્રગટી તેના નિમિત્ત હોવાથી ભગવાન ધર્મકર્તા છે.
આચાર્યદેવ પોતે ધર્મરૂપ થઈને કહે છે કે અહો! ભગવાને અમારા ઉપર અનુગ્રહ કર્યો
છે, ભગવાન અમારા ધર્મકર્તા છે. તેમને હું નમસ્કાર કરું છું.