સ્વસંવેદનપ્રત્યક્ષ છું અને નમસ્કાર કરવા યોગ્ય જે ભગવાન છે તેઓએ શુદ્ધોપયોગના
સામર્થ્યથી ચાર ઘાતીકર્મોનો ક્ષય કર્યો છે, ને સર્વજ્ઞ પરમેશ્વર થયા છે, તથા
શુદ્ધોપયોગરૂપ ધર્મપરિણતિના જ કર્તા છે, રાગના કર્તા નથી, ને રાગ કરવાનો તેમનો
ઉપદેશ નથી. આ રીતે ઓળખીને, એટલે પોતામાં પણ રાગનું કર્તૃત્વ છોડીને અને
શુદ્ધોપયોગરૂપ ધર્મનું કર્તૃત્વ પ્રગટ કરીને, ભાવ નમસ્કાર કર્યાં છે.
થઈને પોતે પોતાના આત્માનું સ્વસંવેદન કરે. તે અરિહંત તરફના વિકલ્પમાં ઊભો નથી
રહેતો પણ શુદ્ધ ચેતન તત્ત્વને લક્ષમાં લઈને, તેમાં પર્યાયને અંતર્લીન કરીને નિર્વિકલ્પ
અનુભવસહિત સમ્યગ્દર્શન પ્રગટ કરે છે. જૈનદર્શનની શૈલી જ કોઈ અનેરી છે. અંતરના
સ્વભાવમાંથી માર્ગની શરૂઆત થાય છે; બહારના લક્ષે માર્ગની શરૂઆત થતી નથી.
વ્યવહાર નમસ્કાર કર્યાં, આમ નિશ્ચય – વ્યવહારની અલૌકિક સંધિપૂર્વકની વાત છે.
ભગવાનને નમસ્કારરૂપ વ્યવહાર છે. અહો! કુંદકુંદસ્વામીની અનુભવવાણી તો સર્વજ્ઞ
પરમાત્માની વાણી સાથે તુલના થાય એવી છે. આચાર્ય પોતે પંચપરમેષ્ઠીપદમાં ત્રીજા
પદમાં બિરાજમાન છે. તેઓ પંચપરમેષ્ઠીને નમસ્કારરૂપ અપૂર્વ મંગળ કરે છે. આ તો
મોક્ષલક્ષ્મીનો સ્વયંવર છે. પોતે મોક્ષલક્ષ્મીને વરવા જાય છે ત્યાં પંચપરમેષ્ઠી ભગવંતોને
પોતાના આંગણે બોલાવે છે: અહો, પંચપરમેષ્ઠી ભગવંતો! અહો, વિદેહમાં બિરાજતાં
સીમંધરાદિ ભગવંતો! અને ગણધર ભગવંતો! આપ સૌ વીતરાગતાના આ આનંદ–
ઉત્સવમાં પધારો....પધારો....પધારો....મારી શુદ્ધ ચૈતન્યસત્તાનો નિર્ણય કરીને તેમાં હું
આપને પધરાવું છું....ને સમસ્ત રાગાદિ પરભાવોને જુદા કરું છું.